માનસ સૂત્ર ભાગ ૧ | MANAS SUTRA QUOTES
પરમ પૂજ્ય મોરારીબાપુ ની રામકથા ઓમાંથી જીવન જીવવા નું બળ મળે તેવા સોનેરી સુવિચારો નું અનોખું સંકલન . માનસ સૂત્ર ભાગ ૧.
MANAS SUTRA QUOTES |
આ સોનેરી સુવિચારો વાંચકો ને જીવનના તમામ ક્ષેત્રો માં સફળતાં માટે બળ મળે તે માટે છે.
રામકથા વ્યાપક છે, દેવતાઓ, અસુરો, ઋષિઓ અને સામાન્ય લોકો બધાને લાગુ પડે તેવા સૂત્રો અને નિયમો તેમાં છે._મોરારીબાપુ.
જીવન એટલે શું? માનસ સૂત્ર.
૧.જીવન લક્ષ્ય નથી, અવસર છે.
૨. આપણું જીવન રણભૂમિ નહી, રંગભૂમિ છે.
૩. જીવનમાં અભ્યાસ જોઈએ, અભિવ્યક્તિ જોઈએ અને અનુભૂતિ જોઈએ.
MORARI BAPU SUVICHAR |
૪. જેના જીવનમાં દિવ્યતા હોય તે દેવ.
૫.અટકો નહી, ભટકો નહી. તમે જે સ્થિતી માં છો ત્યાં રહો.
જીવનમાં શું હોવું જોઈએ?
૧. જીવન સહજ અને સરળ હોય અને સરળ હોય તે જ સબળ છે.
૨. જ્ઞાન રૂપી આંખ અને ભક્તિ રૂપી પાંખ હોય
તો જીવનને ઊંચું લઇ જતાં કોઈ રોકી ના શકે.
૩. જગત થી ભાગવાથી કશું નહી વળે,
જ્યાં છો ત્યાંથી જ યાત્રા શરૂ કરો.
કીચડ માંથી જ કમળ ખીલે છે.
૪. જગત કહે તે રીતે જીવવા આપણે જન્મ નથી લીધો. દરેકે મનુષ્યએ સહજતાથી જીવવું.
તુલસી ઇસ સંસાર મે ભાતી ભાતી કે લોગ.
૧. આજનો માણસ ત્રણ ' વિ ' માંજીવે છે.
ઘણાં માણસો વિદ્રોહ મા જીવે છે.
ઘણાં માણસો વિનોદ મા જીવે છે.
ઘણાં માણસો વિસ્મય મા જીવે છે.
૨. મોટા ભાગના લોકોનું જીવન વાસનામય છે, ઉપાસનામય નથી. વાસના નો અર્થ છે ' અવિદ્યા '.
૩. સવાર ની પહોર મા જેની જીભે શુભ નામ. તેનું બપોરે શુભ કામ અને તેની શુભ શામ.
RAMKATHA QUOTES |
૪. જન્મ અને મૃત્યુ વિધિના હાથ મા છે, પરંતુ જીવન એ માણસ ના પોતાના હાથ ની વસ્તુ છે.
૫. જીવનમા જેટલી ગ્રંથિઓ વધારે,
જીવન એટલું ટુંકુ.
૬. દુઃખી થવાના ૧૫ કારણો:
(૧) રાગ
(૨) શોક
(૩) ભય
(૪) મોહ
(૫) ક્રોધ
(૬) દ્રોહ
(૭) કામ
(૮) દ્વેષ
(૯) લાભ
(૧૦) રાગ
(૧૧) દંભ
(૧૨) અહંકાર
(૧૩) અમર્ષ
(૧૪) પ્રમાદ
(૧૫) મૂઢતા .
૭. ધ્યાન રાખજો!!!
વિષાદ આપણા જીવનને ગ્રસી ન લે.
સંદેહ આપણા જીવનને ડસી ન લે.
સુખી જીવન ના સૂત્રો
૧. સુખી જીવન ના ૫ ફુલ:
(૧) બ્યુટીફુલ _તન અને મન થી સુંદર રહો.
(૨) કેરફુલ _ ત્યાગ અને બલિદાન માટે હંમેશાં કેરફુલ રહો.
(૩) પીસફુલ _પરીવાર માં શાંત રહો, ઉત્પાત ન કરો, રાગ દ્વેષ થી દુર રહો.
(૪) વન્ડરફુલ _ અદભુત રહો, સદા પ્રસન્ન રહો.
(૫) હાર્ટફુલ _કોઈ નું દિલ દુભાય એવું ન કરો.
૨. જેને ઊગવું જ હોય તેને કોઈ અવરોધ નડતો નથી.
૩. જગત માં કોઇને કોઈ દિવસ માપવાનો પ્રયાસ ન કરશો, પામવાનો પ્રયાસ કરશો.
૪. જીત ની ભાષા ભુલો,
જીવવા ની ભાષા શીખો.
૫.જીવન બંધ કવર ની જેમ નહીં,
પોસ્ટકાર્ડ ની જેમ ખુલ્લું રાખવું જેને કોઈ પણ વાંચી શકે.
૬. જીવન કેવું હોવું જોઈએ?
Crying Birth,
Laughing Life,
અને Dancing Death જેવું!!!
GUJARATI QUOTES IMAGE |
છેલ્લે એક વાર્તા ...
હરિદ્વાર માં એક શેઠ રહેતાં હતાં. તેમને ત્યાં તેમનો મિત્ર દૂર ગામ થી ઘોડા ઉપર બેસીને મળવા આવ્યો. શેઠ દોડીને દરવાજે આવ્યા અને સસ્મિત સ્વાગત કર્યું. અને મિત્રને પોતાનાં ઘરમાં લઈ ગયા. અને એક ઓરડી રહેવા માટે આપી.
શેઠ ત્યાર બાદ ઘોડા પાસે ગયા અને ઘોડા ની ખુબ સેવા મા જોતરાઈ ગયા. પણ મિત્રને જરા પણ પૂછ્યું નહિ. પાણીનોય ભાવ નહિ પૂછ્યો. ત્યાંથી એક સંત પસાર થતાં આવ્યા અને શેઠ ને પૂછ્યું "ઘોડાની બહું સેવા કરો છો, તેનો માલિક ક્યાં છે?"શેઠ બોલ્યાં" અરે એને તો મે કંઈ પૂછ્યું જ નહી!"સંત બોલ્યાં "અરે મૂર્ખ જેનો ઘોડો લાવ્યો છે તે માલિક ના તો હાલચાલ પૂછ."
ભાવાર્થ : આપણા જીવનમાં પણ આપણે આ જ પ્રક્રિયા દોહરાવી એ છીએ. આપણે આપણી ઈન્દ્રિયો ની સેવામાં લાગી જઈએ છીએ, પણ એ નો જે માલિક છે, એનો જે સવાર છે તેનું જતન કે ભાવ પણ પૂછતાં નથી.
તો મિત્રો કેવો લાગ્યો આપને આજનો આર્ટિકલ માનસ સૂત્ર ભાગ ૧. અમારી પોસ્ટ ને વધુ ને વધુ શેર કરજો અને લાઈક, કૉમેન્ટ કરજો.
જય શ્રી રામ.