Skip to main content

Featured post

31 BEST NEWLY GUJARATI SUVAKYO 2024

 31 BEST NEWLY GUJARATI SUVAKYO 2024 | ૩૧ બેસ્ટ ગુજરાતી સુવાક્યો | સુવાક્યો ગુજરાતી    મિત્રો આજની પોસ્ટ માં અમે ૩૧ બેસ્ટ ગુજરાતી સુવિચાર પ્રસ્તુત કરી રહ્યા છીએ .આ સુવિચારો આપણે જીવન માં જો કોઈક ના કોઈક સમયે કે સંજોગો માં પણ અપનાવાની કોશિશ કરીએ તો આપણી લાઈફ માં કઇંક ને કઇંક ફાયદો તો થાય જ .કારણ કે કેટલાય અનુભવો અને નિચોડ બાદ આ સુવાક્યો અસ્તિત્વ માં આવ્યા છે .    સુવાક્યો આપણને જીવન જીવવા નો એક મારગ બતાવે છે, સલાહ આપે છે , સાહસ આપે છે ,આશા આપે છે ,શાંતિ આપે છે અને જીવન જીવવા ની કલા સમઝાવે છે . યાદ રાખજો " એક નાનકડી સોંય જ પુરે પુરા કપડાં નું અસ્તિત્વ બનાવે છે .'' ૧. કોઈક ને પ્રેમ આપવો સૌથી મોટો ઉપહાર છે અને કોઈક નો પ્રેમ મેળવવો સૌથી મોટું સન્માન છે . ૨.સન્માન એક એવું રોકાણ છે જેને આપણે જેટલું આપીયે તેટલુંજ વ્યાજ સહીત પાછું મળે છે . ૩.સમય , વિશ્વાસ અને ઈજ્જત એવા પંખીઓ છે જે એક વાર ઉડી જાય તો પાછા નથી આવતા. ૪.જીવન માં ભેગું પણ એમની પાસે જ હોય છે જેઓ તેને વહેંચવા માં મને છે પછી તે અન્ન હોય કે સન્માન . ૫.સમય બધાને મળે છે જિંદગી બનાવવા માટે પણ જિંદગી પછી નથી મળતી સમય ...

Gujarati Suvichar 2023

 Gujarati Suvichar 2023 | સારા સુવિચાર


Gujarati Suvichar 2023


મિત્રો આજે અજ્ઞાનતા , અહંકાર, અવસર અને આશા અંગેનાં Gujarati Suvichar 2023 પોસ્ટ કરી રહ્યાં છે.


અજ્ઞાનતા

 

૧.હું જાણતો નથી તે વિષયમાં મારી અજ્ઞાનતા સ્વીકારવામાં મને સહેજ પણ શરમ આવતી નથી.

_સિસરો 


૨.અજ્ઞાન રહેવા કરતાં ન જન્મવું સારું, એ અધિક કલ્યાણકર છે, કારણકે અજ્ઞાન જ દુર્ભાગ્યનું મૂળ છે. 

_પ્લેટો 


૩.અજ્ઞાનતા એક એવી રાત્રી છે જેમાં ન હોય ચંદ્ર કે ન હોય તારાગણ. 

_કન્ફ્યુશિયસ ના સુવિચારો


૪.જ્યાં અજ્ઞાનતા જ વરદાન હોય ત્યાં બુદ્ધિ વ્યક્ત કરવી એ પણ મૂર્ખતા છે. 

_ગ્રેવિલ 


૫.અજ્ઞાનની સર્વ સંપત્તિ કરતાં મોટી સંપત્તિ છે મૌન અને જ્યારે તે આ રહસ્ય જાણે છે ત્યારે મૌન ટકતું નથી.


૬.અજ્ઞાનતાથી ઘમંડ વધે છે. જે પોતાને વધુ જ્ઞાની સમજે છે તે બધા કરતાં વધુ મૂર્ખ હોય છે. 

_ગેટે


૭.પોતાની અજ્ઞાનતાનો આભાસ બુદ્ધિમત્તાના મંદિરનું પ્રથમ સોપાન છે. 

_સ્પર્જન 


૮.અજ્ઞાનતા જ મોહ અને સ્વાર્થની જનની છે તેથી અજ્ઞાની દુષ્ટ અને કાયર હોય છે. મહાત્મા ગાંધી


અહંકાર

૧.ઘમંડ મૂર્ખતાનું ચિહ્ન છે. જેમ શરીરમાંથી લોહી ઓછું થાય ત્યારે વાયુ એમાં ભરાઈ શરીરને ફુલાવી દે છે. તે જ રીતે જ્યાં સુધી બુદ્ધિ ઓછી હોય છે ત્યાં અહંકાર ભરાઈ જવાથી મન ફુલાઈ જાય છે.

 _બૅકન


Gujarati Suvichar 2023.

૨.મનુષ્ય જેટલો નાનો હોય છે તેનો અહંકાર એટલો જ મોટો હોય છે. 

_રોમો


૩.દંભનો અંત સદૈવ અહંકાર હોય છે અને અહંકારી આત્મા સદૈવ પતિત થાય છે. 

_બાઇબલ 


૪.અહંકારીને લાગે છે કે `હું ન હોત તો દુનિયા નભત નહીં’ જ્યારે સત્ય તો એ છે કે હું તો શું સમગ્ર જગત પણ ન હોત તો પણ દુનિયા ચાલતી રહેત. _અજ્ઞાત


૫.જે ઈશ્વરને પિછાણે છે તે નમ્ર છે. જે પોતાને ઓળખે છે તે અભિમાની ન થઈ શકે. 

_પલવેલ 


૬.જ્યારે મનુષ્યનો નાશ થવાનો હોય ત્યારે તે અહંકારી થઈ જાય છે. આ આપણો અહંકાર જ નિમિત્ત છે કે, જે આપણે આપણી આલોચના સાંભળીને દુઃખી થઈએ છીએ. 

_મેરી કેનેડી 


૭.નાશ પામતા પહેલાં વ્યક્તિ અહંકારી થઈ જાય છે, પરંતુ સન્માન સદૈવ વ્યક્તિને નમ્રતા પ્રદાન કરે છે. 

_બાઇબલ 


૮.અભિમાન આઠ પ્રકારનાં છેઃ સત્તાનું અભિમાન, સંપત્તિનું અભિમાન, બળનું અભિમાન, રૂપનું અભિમાન, કુળનું અભિમાન, પરંતુ મને અભિમાન નથી એવો દાવો કરવો એના જેવું ભયાનક અભિમાન બીજું એકેય નથી.

_વિનોબા ભાવે


અવસર
 

૧.અવસર કોઈ એવી ચીજ નથી જે દાળભાતની જેમ બધાને પીરસી શકાય. તે પ્રાપ્ત કરવા માટે પોતાના ગુણોનો વિકાસ કરવો જોઈએ, મુત્સદ્દી અને ધીરજ પણ શીખવી જોઈએ, સાથે સાથે ઉંમર અને અનુભવોનો પણ ખ્યાલ રાખવો જોઈએ. _રામધારીસિંહ દિનકર 


૨.હંમેશાં ભાગ્યની રાહ કોણ જોઈ શકે છે? એક ક્ષણ માટે શુભ અવસર આવે છે, આપણે તે ગુમાવી દઈએ છીએ અને મહિના અને વરસોનો નાશ થઈ જાય છે. 

_કાર્લાઇલ 


Gujarati Suvichar 2023.

૩.અનિષ્ટ કરવાના અવસર તો દિલમાં સો વખત આવશે, પરંતુ ભલાઈનો અવસર વરસમાં એક વખત આવે છે. 

_વૉલ્ટર


૪.જેણે પોતાનો માર્ગ કરવાનો નિશ્ચય કર્યો છે, તેને સતત પૂરતા અવસર પ્રાપ્ત થશે અને પ્રાપ્ત ન થાય તો તે ઉત્પન્ન કરી શકે છે. 

_સ્માઇલ્સ


 ૫.જે અવસરનો – સમયનો ઉપયોગ કરવાનું જાણે છે એ તેને પેદા પણ કરી શકે છે. 

_જોન સ્ટુઅર્ટ 


૬.તક કદી એળે જતી નથી. તમે જે ગુમાવી તેને બીજો ઝડપી લે છે. 

_આલ્બર્ટ સ્વાઈટ્ઝર 


૭.એક મોટી તક આવી પહોંચે તેની રાહ જોઈને બેસી રહેવાને બદલે નાની તકોને ઝડપી લેવાથી આપણે મુકામે ઝડપથી પહોંચીએ. 

_હ્યુ ઍલન 


૮.કેટલાક મનુષ્યો સાધારણ અવસરની પ્રતિક્ષામાં રહે છે, પરંતુ વાસ્તવમાં કોઈપણ અવસર નાનો કે મોટો નથી. આપણે એમાં રસ લઈએ તો તે જ નાનો

અવસર મોટો થઈ જાય છે. 

_સ્વેટ માર્ડન 


૯.ભીંજવામાં નડતર જેવું લાગે છે, શરીર સુધ્ધાં બળતર જેવું લાગે છે. મને કહ્યું પુરાણી છત્રીએ; `ઊઘડી જઈએ’ અવસર જેવું લાગે છે. 

_ઉદયન ઠક્કર




આશા

૧. સાહસ વગરનું ડહાપણ અને આશા વગરની શ્રદ્ધા, બંને વાંઝણાં. 

_માર્ટિન લ્યૂથર 


૨.બધાં દુઃખોની એક જ દવા છે… આશા. વિલિયમ _શેક્સપિયર


૩.જે સરકારમાં ડહાપણ હોય તે લોકોને સંતોષ ન આપી શકે તોય આશા તો જરૂર આપતી રહે છે.

 _ફ્રાન્સિસ બેકન 


Gujarati Suvichar 2023.

૪.આશા એટલે ગરીબની રોટી. 

_જ્યોર્જ હર્બર્ટ 


૫.આશા એટલે જાગતાંનું સપનું. 

_મેથ્યુ પ્રિયોર 


૬.માણસના મનની સફર એક સુખથી બીજા સુખ તરફની નહીં, એક આશાથી બીજી આશા તરફની હોય છે.

_સેમ્યુઅલ જોનસન


૭.આશા એટલે શ્રદ્ધાની માતા. 

_સી. એ. બાર્ટલ 


૮.આશા જેવો ઘાતકી બીજો કોઈ શત્રુ નથી, કારણ તે માણસની યાતનાને સતત લંબાવતો રહે છે. 

_ફ્રેડરિક નિત્શે


 સવાલો અને જવાબો

Q: આશા એટલે શું ?
A: બધાં દુઃખોની એક જ દવા છે… આશા.

Q: અવસર એટલે શું ?
A: જેણે પોતાનો માર્ગ કરવાનો નિશ્ચય કર્યો છે, તેને સતત પૂરતા અવસર પ્રાપ્ત થશે અને પ્રાપ્ત ન થાય તો તે ઉત્પન્ન કરી શકે છે.

Q: અહંકાર એટલે શું ?
A: મનુષ્ય જેટલો નાનો હોય છે તેનો અહંકાર એટલો જ મોટો હોય છે. 

Q: અજ્ઞાનતા એટલે શું ?
A: અજ્ઞાન રહેવા કરતાં ન જન્મવું સારું, એ અધિક કલ્યાણકર છે, કારણકે અજ્ઞાન જ દુર્ભાગ્યનું મૂળ છે. 

તો આ હતાં Gujarati Suvichar 2023.

આ પણ વાંચો.


૧. બેસ્ટ ગુજરાતી સુવિચાર.

૨. વાંચવા જેવું.


Popular Posts

Gujarati Suvichar On Books

Gujarati Suvichar On Books ,  Gujarati Suvichar, Books Quotes. હેલ્લો મિત્રો,        આજે હું પુસ્તકો વિશે વાત કરીશ. આજે એટલેકે 23 એપ્રિલ વિશ્વ પુસ્તક દિવસ તરીકે મનાવવા મા આવે છે. એટલે આજે પુસ્તકો વિશે નાં Gujarati Suvichar On Books રજૂ કરીશ.       દરેક વ્યક્તિ એ નિરંતર તેના રોજીંદી જિન્દગી માં પુસ્તક વાંચન ને એક હિસ્સો બનાવાવો જોઈએ. પછી એ કોઈપણ તમને મનગમતાં પુસ્તક હોય.પુસ્તકો વાંચવાથી આપણા મગજ ની અદ્ભુત કસરત થાય છે જે જરૂરી છે.       દૈનિક કેટલાંક કલાકો નું વાંચન એક દિવસ તમારું જીવન અદ્ભુત બનાવી દેશે. વિશ્વના કેટલાય મહાન ચિંતકો, वैज्ञानिको, કંપનીઓના મહાન સંસ્થાપકો અને ઘણા ઉચ્ચ વ્યક્તિત્વ જેમકે mark Zuckerberg, biil gates, મહાત્મા ગાંધી, રવીન્દ્રનાથ ટાગોર, અમિતાભ બચ્ચન તેમજ ઘણા બધા. તેઓ ના જીવન માં પુસ્તકો એક energy booster જેવું કામ કરે છે તેથીજ તેઓ આજે જીવન ના ઉચ્ચ સોપાનો સર કરી રહ્યા છે. તો આજના Gujarati Suvichar On Books નીચે મુજબ છે.જે કેટલાંક ચિંતકો ના છે.  1. અમુક પુસ્તકો ચાખવા માટે હોય છે. અમુક પુસ્તકો ગ...

Gujarati Suvichar Chankya Niti

Gujarati Suvichar Chankya Niti, Chankya Niti in gujarati, Chankya Suvichar  હેલ્લો મિત્રો,      આજે આપણે Gujarati Suvichar Chankya Niti વિશે વાત કરીશું. જેમાં આચાર્ય Chankya જે રાજ્ય, ધર્મ, અર્થ અને મનુષ્ય જીવન ની નીતિઓ નાં વિદ્વાન હતાં, તેમની નીતિઓ વિશે કેટલાંક Chankya Niti in Gujarati પોસ્ટ કરી રહ્યો છું.      આ Gujarati Suvichar Chankya Niti એ Chankya નીતિ નાં અધ્યાય ૩ પર આધારિત છે. જે જીવન ના વિવિધ પાસાંઓ કોઈક ને કોઈક રીતે ને સ્પર્શે છે.  1. જેવા ગુણ તેવાં કુળ,... મનુષ્યના આચરણ થી તેના કુળની, તેની બોલી થી તેનાં દેશ ની, તેના આદર - સત્કારથી થી પ્રેમ ની, અને તેના શરીર થી તેનાં આહાર - વિહાર ની પરખ થાય છે. અધ્યાય ૩.શ્લોક ૨. Gujarati Suvichar Chankya Niti   2. સુશીલતા એટલે સુંદરતા... કોયલનું સૌંદર્ય તેના સ્વરમાં, સ્ત્રીઓનું સૌંદર્ય તેની પતિવ્રતતામાં, કદરૂપા લોકોનું સૌંદર્ય તેમની વિદ્યામાં  અને તપસ્વીઓનું સૌંદર્ય તેમની ક્ષમામાં છે. અધ્યાય 3.,શ્લોક ૯. Gujarati Suvichar Chankya Niti   3.પુરુ...

Gujarati Suvichar On Health In Gujarati

Gujarati Suvichar on Health /Gujarati Health Quotes /Health tips in Gujarati/Gujarati Quotes on Health         મિત્રો આજની આ સદીમાં મનુષ્ય નું સ્વસ્થ આરોગ્ય તેના જીવન નાં ઘણાં બધાં પાસાઓ ને અસર કરે છે. જો આપણી પાસે સ્વસ્થ શરીર જ ન હોય તો તમામ સુખ સુવિધાઓ શું કામની??? આપણે જો ખાટલો પકડી પડી રહ્યા હોય તો કેટલોય પૈસો હોય તો પણ શું કામનો???         તો આપણે સૌએ પોતાનાં સ્વસ્થ આરોગ્ય માટે હંમેશાં સજાગ રહેવું જોઈએ. તેમજ તેની સાર સંભાળ રોજ બરોજ કરતાં રહેવું જોઈએ. હું આજે સ્વાસ્થય ને લગતા કેટલાક Gujarati Qoutes, Gujarati Suvichar આપી રહ્યો છું.જે વિશ્વના જુદા જુદા ચિંતકો એ આપ્યા છે.  Gujarati suvichar on health  1.ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું મુખ્ય સાધન મનુષ્ય શરીર છે. એટલા માટે યોગ્ય આહાર, સંયમિત વિહાર અને વર્તન માં કલ્યાણ ભાવના નું ધ્યાન રાખીને પોતાનાં આરોગ્ય ને સ્થિર રાખવું જોઈએ. નીરોગી શરીર જ સર્વ સુખો નું મૂળ છે. _____યજુર્વેદ Gujarati suvichar 2.શરીર અને મન રોગો તથા અસ્વસ્થતા નો આધાર છે.જ્યારે શરીર, મન અને ...