Bhagvad Gita In Gujarati Ahdyay 5 | Karmayog In Gujarati | Gita Gyan Gujarati.
મિત્રો અહીં આપણે ભગવદ ગીતા ના અઘ્યાય 5 ના શ્લોકો ની ચર્ચા કરીશું અહીં અઘ્યાય 5 ના શ્લોક 13 થી શ્લોક 29 સૂધી નું વિવરણ આપેલ છે. શ્લોક 1 થી 12 નું વિવરણ અમારા આગળ ના આર્ટિકલ કર્મયોગ ભાગ_૧ મા આપેલ છે.
તો શરૂ કરીએ Bhagvad Gita In Gujarati Ahdyay 5 નો બીજો ભાગ.
અઘ્યાય ૫ |
सर्वकर्माणि मनसा संन्यस्यास्ते सुखं वशी।
नवद्वारे पुरे देही नैव कुर्वन्न कारयन्॥५-१३॥
જ્યારે દેહધારી મનુષ્ય પોતાના પ્રકૃતિ સ્વભાવ ને વશ મા રાખે છે અને બધાં કર્મોનો મન વડે ત્યાગ કરે છે તયારે તે કંઈ કર્યા કે કરાવ્યા વિના નવ દ્વારવાળા આ શરીરરૂપી નગરમાં સુખેથી રહે છે.
न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः।
न कर्मफलसंयोगं स्वभावस्तु प्रवर्तते॥५-१४॥
દેહનગર નો સ્વામી જીવાત્મા લોકોનાં કર્મો ને કે કર્મો ના કર્તાપણા ને સરજતો નથી કે એમનાં કર્મ અને ફળનો મેળ સાધતો નથી. આ બધું પ્રકૃતિના ગુણો કરે છે.
नादत्ते कस्यचित्पापं न चैव सुकृतं विभुः।
अज्ञानेनावृतं ज्ञानं तेन मुह्यन्ति जन्तवः॥५-१५॥
ભગવાન કોઈના પાપ કે પુણ્ય ને માથે લેતાં નથી. પરંતુ જ્ઞાનને લીધે સાચું જ્ઞાન ઢંકાઈ જાય છે અને તેથી સર્વ પ્રાણીઓ મુંઝાય છે.
ज्ञानेन तु तदज्ञानं येषां नाशितमात्मनः।
तेषामादित्यवज्ज्ञानं प्रकाशयति तत्परम्॥५-१६॥
જેમનું અજ્ઞાન જ્ઞાન ના પ્રકાશ થી નાશ પામ્યું છે તેમનું તે જ્ઞાન સૂર્ય ની જેમ પરમતત્વ ને પ્રગટ કરે છે.
तद्बुद्धयस्तदात्मानस् तन्निष्ठास्तत्परायणाः।
गच्छन्त्यपुनरावृत्तिं ज्ञाननिर्धूतकल्मषाः॥५-१७॥
જેમની બુદ્ધિ , મન , શ્રદ્ધા અને આશ્રય ભગવાન મા સ્થિર થયા છે તેમનાં સઘળાં પાપ પૂર્ણ જ્ઞાન વડે ધોવાઈ જાય છે અને તેઓ મોક્ષ પામે છે.
विद्याविनयसंपन्ने ब्राह्मणे गवि हस्तिनि।
शुनि चैव श्वपाके च पण्डिताः समदर्शिनः॥५-१८॥
વિદ્વાન અને વિનયી બ્રામ્હણ, ગાય, હાથી , કૂતરો તેમજ કૂતરાને ખાનાર ચાંડાલ _આ સૌ પ્રત્યે જ્ઞાનીઓ સમાન દ્રષ્ટિ ધરાવનારા હોય છે.
इहैव तैर्जितः सर्गो येषां साम्ये स्थितं मनः।
निर्दोषं हि समं ब्रह्म तस्माद्ब्रह्मणि ते स्थिताः॥५-१९॥
જેમનું મન સમત્વ માં સ્થિર થયું છે તેમણે આ દેહમાં જ જન્મમરણરૂપી સંસાર જીત્યો છે. તેઓ બ્રહ્મ ની જેમ સર્વદોષથી મુક્ત અને બધી રીતે સમ છે , તેથી તેઓ બ્રહ્મ માંજ સ્થિર થાય છે
न प्रहृष्येत्प्रियं प्राप्य नोद्विजेत्प्राप्य चाप्रियम्।
स्थिरबुद्धिरसंमूढो ब्रह्मविद्ब्रह्मणि स्थितः॥५-२०॥
જે મનુષ્ય પ્રિય વસ્તુઓ પામી ને હરખાતો નથી અને અપ્રિય વસ્તુઓ મળ્યે ખેદ કરતો નથી જેની બુદ્ધિ સ્થિર થઈ છે, જેનાં સંશય શમ્યા છે જે પરમેશ્વર નું જ્ઞાન ધરાવે છે તેને પરમતત્વ મા સ્થિર થયેલો ગણવો.
बाह्यस्पर्शेष्वसक्तात्मा विन्दत्यात्मनि यत् सुखम्।
स ब्रह्मयोगयुक्तात्मा सुखमक्षयमश्नुते॥५-२१॥
જીવનમુક્ત મનુષ્ય માટે બાહ્ય વિષયો મા કે ઇન્દ્રિય સુખો મા જરાય આસક્તિ હોતી નથી. તેઓ હંમેશાં સમાધિ મા રહી અંતરમાં આનંદ માણે છે. આમ આત્મજ્ઞાની મનુષ્ય બ્રહ્મ માં સ્થિર ચિત કરી અપાર સુખ ભોગવે છે.
ये हि संस्पर्शजा भोगा दुःखयोनय एव ते।
आद्यन्तवन्तः कौन्तेय न तेषु रमते बुधः॥५-२२॥
જ્ઞાની મનુષ્ય ઇન્દ્રિયો અને વિષયોના સંબંધથી ઉત્પન્ન થયેલાં સુખોમાં પડતો નથી કારણકે તે સુખો જ બધાં દુઃખોનું કારણ છે. અને હે અર્જુન! આ સુખો આદિ અને અંત વાળા છે અને તેથી જ્ઞાની મનુષ્યો તેમાં રાચતા નથી.
शक्नोतीहैव यः सोढुं प्राक्शरीरविमोक्षणात्।
कामक्रोधोद्भवं वेगं स युक्तः स सुखी नरः॥५-२३॥
શરીર છૂટે તે પહેલાં જ જે મનુષ્ય કામ અને ક્રોધથી જન્મેલાં આવેગો ને આ ભવે જ જીરવવા શક્તિમાન છે તે યોગી છે. તેજ આ સંસાર મા સુખી મનુષ્ય છે.
योऽन्तःसुखोऽन्तरारामस् तथान्तर्ज्योतिरेव यः।
स योगी ब्रह्मनिर्वाणं ब्रह्मभूतोऽधिगच्छति॥५-२४॥
જે અંતરમાં સુખી છે , જેને અંતર ની શાંતિ મળી છે અને જે અંતરના અજવાળાં પામ્યો છે તે જ પુર્ણ યોગી છે. તે બ્રહ્મરૂપ બની અંતે બ્રહ્મ નિર્વાણ પામે છે.
लभन्ते ब्रह्मनिर्वाणमृषयः क्षीणकल्मषाः।
छिन्नद्वैधा यतात्मानः सर्वभूतहिते रताः॥५-२५॥
જેઓ પાપો થી દુર છે, જેઓ દ્વેતભાવ થી અને શંકાથી દૂર છે , જેમનું મન અંતરાત્મા મા પરોવાયેલું છે જેઓ પ્રાણીમાત્ર ના ભલામાં રત રહે છે એવા મનુષ્ય બ્રહ્મ નિર્વાણ પામે છે.
कामक्रोधवियुक्तानां यतीनां यतचेतसाम्।
अभितो ब्रह्मनिर्वाणं वर्तते विदितात्मनाम्॥५-२६॥
જે મનુષ્યો કામ અને ક્રોધથી મુક્ત છે , જેમણે મન ને વશ મા કર્યું છે. જેઓ આત્મજ્ઞાની છે અને જેઓ પૂર્ણતા પામવા સતત પ્રયત્નો કરતાં હોય તેવા મનુષ્ય માટે બ્રહ્મ નિર્વાણ નિશ્ચિત છે.
स्पर्शान्कृत्वा बहिर्बाह्यांश् चक्षुश्चैवान्तरे भ्रुवोः।
प्राणापानौ समौ कृत्वा नासाभ्यन्तरचारिणौ॥५-२७॥
यतेन्द्रियमनोबुद्धि र्मुनिर्मोक्षपरायणः।
विगतेच्छाभयक्रोधो यः सदा मुक्त एव सः॥५-२८॥
બહારના વિષય ભોગોને બહાર જ રાખીને , દ્રષ્ટિ ને મધ્ય મા સ્થિર કરીને આવતાં જતાં પ્રાણવાયુ અને અપાનવાયુ ની ગતિ સ્થિર કરીને જેણે ઇન્દ્રિય , મન અને બુદ્ધિને વશ કર્યા છે . જે ઈચ્છાઓ , ભય અને ક્રોધથી રહિત થયો છે અને જે મોક્ષપરાયણ છે તે મનુષ્ય સદા મુક્ત જ છે.
भोक्तारं यज्ञतपसां सर्वलोकमहेश्वरम्।
सुहृदं सर्वभूतानां ज्ञात्वा मां शान्तिमृच्छति॥५-२९॥
અર્જુન! મને યજ્ઞો અને વ્રત _તપો ના ભોક્તા તરીકે , સ્વર્ગાદી _સર્વલોક ના અને દેવતાઓના પરમ ઇશ્વર તરીકે અને ભૂતમાત્ર ના હિતકર્તા મિત્ર તરીકે જાણી ને મનુષ્યો સંસારનાં ત્રિવિધ તાપમાંથી શાંતિ પામે છે.
~: સારાંશ :~
કર્મયોગ ના આ અઘ્યાય મા ભગવાન અર્જુન ને સમજણ આપે છે કે જીવનમાં મા આ અમૂલ્ય દેહ મળ્યો છે તો મનુષ્યે કામ , ક્રોધ , મોહ અને વિનાશ પામનારા કે ક્ષણિક સુખો ના વિકારો થી દુર રહેવુ જોઇએ. તેનાથી ભ્રમિત ના થવું જોઇએ.
આ બધાં સુખો વિનાશી વૃત્તિઓ ધરાવે છે. તો આ બધાનો ત્યાગ કરી ભક્તિ મા સ્થિર થઈ , અંતરાત્મા મા સ્થિર થવાનો પ્રયત્ન કરવો જે મનુષ્યને બ્રહ્મ નિર્વાણ ની અવસ્થા સુધી લઈ જાય છે.
આમ અહીં bhagvad gita in Gujarati નો અઘ્યાય 5 એટલે કર્મ યોગ અહીં પૂરો થાય છે.
મિત્રો ભગવદ ગીતા વિશે ની અન્ય જ્ઞાન ની માહિતી આપ સૌને અમારા આર્ટિકલ મા આપતાં રહીશું.
આપના અભિપ્રાયો અને સુઝાવ અમને જરુર શેર કરજો comment section મા અને આ પોસ્ટ ને વધુમાં વધુ શેર કરી ગીતા જ્ઞાન જન જન સૂધી પહોચાડો એજ મારી પ્રાર્થના.
અમારાં અન્ય આર્ટિકલ વાંચવા નીચે ની લીંક ઉપર ક્લિક કરી તેનો આનંદ લો.
* Valentine special 💜 પ્રેમ ના સુવિચારો.