Best 21 Super Gujarati Quotes | ગુજરાતી સુવિચાર ૨૦૨૩ | Quotes Gujarati.
મિત્રો ઘણાં સમય પછી હું આ Best Gujarati Quotes આપની માટે લાવ્યો છો. હું હંમેશા કોશિશ કરું છું કે આપ સૌ ને કંઇક નવું આપું.
Best 21 Super Gujarati Quotes મા થોડો વ્યંગ , થોડી મજાક , મસ્તી અને એક અનેરો જીવન સંબંધી અર્થ જોડાયેલો છે. આશા રાખું આપ સૌને આ gujarati suvichar વાંચવામા , share કરવામાં અને like, comments કરવામાં રસ પડશે.
# સ્થિતિ અને પરિસ્થિતિ
" તમારી ચિંતા કરનાર તમારી પરિસ્થિતિ જુએ છે,
તમારી પ્રશંસા કરનાર તમારી સ્થિતિ જુએ છે."
Suvichar gujarati |
# પાપી પેટ અને કોપી પેસ્ટ
" પિયર જતી વહુ ના હાથ મા ભાગ્યેજ કોઈ સાસુ રૂપિયા આપતી હશે ,
પરંતુ પિયર થી પરત ફરતી દિકરી ને હાથ મા તેની માં જરૂર રૂપિયા આપે જ છે.!"
જીંદગી અત્યારે બે જ વાતે અટવાયેલી છે,
પાપી પેટ અને કોપી પેસ્ટ.!
# સંબંધ કે સેલોટેપ
જન્મ અને મૃત્યુ તો ઇશ્વર ના હાથ મા છે...
આપણા હાથ મા તો મોબાઈલ છે વાપરો તમ તમારે.!
" સેલોટેપ હોય કે સંબંધ ,
છેડો એવી રીતે ન છોડવો કે ખોતરવો પડે."
# સંજોગો અને સુખ
અનુકૂળ સંજોગો મા જીવતો માણસ સૂખી છે,
પરંતુ પ્રતિકુળ સંજોગો મા જીવતો માણસ પરમસુખી છે.
"આમતો હાથ ને પકડવાનો હોય અને વાત ને છોડવાની હોય,
પણ માણસ વાત ને પકડીએ છીએ અને હાથ ને છોડીએ છીએ."
# આદર - સન્માન
માણસ પણ ગજબનો છે.
સસ્તી મીઠાઈઓ તેના માટે લે જેઓ તેને સલામ કરે છે ,
અને મોંઘી મીઠાઈઓ તેના માટે જેને તે પોતે સલામ કરે છે.
"મન જોઈને મહેમાન થવાય ,
મકાન જોઈને નહિ.!!!"
# સબંધ મા મતલબ
જો સબંધ નો મતલબ સમજવો હોય તો,
મતલબનો મતલબ ભૂલી જવો પડે.!
"યાદ રહેતું નથી એ બાળકો ની સમસ્યા છે,
અને ભુલાતું નથી એ મોટાઓની.!"
# મિત્રતા અને જીંદગી
મિત્રો તો પાગલ જ હોવા જોઇએ ,
બાકી co_operative તો બેન્ક પણ હોય છે.
" રડ્યા વગર તો ડુંગળી પણ નથી કાપી શકાતી ,
તો પછી આ જીંદગી કેવી રીતે કાપી શકાય."
# મિત્રતા
જેમના સારા દોસ્ત હોય છે,
તે ક્યારેય જમીનદોસ્ત નથી થતાં.
"અમુક દરવાજા આપણાં માટે ક્યારેય બંધ થતાં નથી ,
આપણે જ એને ટકોરા મારવાનું છોડી દઇએ છીએ."
# નિંદા
Limited મળતું હોય ત્યાંજ સ્વાદ વધુ સારો મળે છે, Unlimited મળે ત્યાં લોકો એઠું મૂકી દેતાં હોય છે!!!.
"મારી પાછળ બોલનારા હજી
મારી પાછળ જ છે."
# શીખ અને સાથ
ખોટી વ્યક્તિ દરેકનાં જીવનમાં આવે છે,
પણ શીખ હંમેશા સાચી શીખવી જાય છે.
"જો એકલાં આગળ વધીશું તો વખાણ થશે,
પરંતુ બધાનો સાથ હશે તો જયજયકાર થશે."
# નજીક અને આ દુર
દુખતી નસ પકડનારા
બધાં જ ડોક્ટર નથી હોતાં.
"કોઈની નજીક રહેવા માંગો તો
થોડું દુર પણ રહેવું જોઇએ!!."
# પુણ્ય અને ટીકા
આજનું સુખ ગઈ કાલે કરેલા પુણ્યની જાહેરાત છે.
જ્યારે આજનાં પુણ્ય એ આવનારા સુખ નું રિઝર્વેશન છે.
"કોઈની ટીકા કરો તો તે તુટી જય છે,
કોઇને ટેકો કરો તો તે ટકી જાય.....!"
# attitude અને સંગાથ
Attitude હંમેશા એવો રાખવો કે...
જે મને આવડે છે તે તો હું કરી જ લઈશ
અને નથી આવડતું તે શીખી લઈશ.
"સૌથી પાક્કો સંગાથ તો ટાયર ટ્યુબ નો કહેવાય,
એકની હવા નીકળી જાય તો બીજો પણ બેસી જાય."
# વાર્તાલાપ અને દિલ
ઓછું બોલો..,
પણ બોલો ત્યારે ઓછું ના પડવું જોઇએ.
"સબંધો સાચવવા બુદ્ધિ નહિ ,
પણ દિલ ની શુદ્ધિ હોવી જોઇએ."
# પાપ અને ઈર્ષા
પાપ કરવું મરજિયાત છે ,
પણ કર્યા પછી ભોગવવું ફરજિયાત છે.
"કોઈનાથી બહું બળવું નહી કેમકે
ધુમાડો સ્વાસ્થ્ય માટે હાનીકારક છે."
# સ્વભાવ અને મૃત્યુ
સ્વભાવ તો બહુ સારો રાખ્યો છે,
હવે ખબર નથી પડતી કે કદર થઈ રહી છે કે ઉપયોગ.
"આપણા ઘરે ભગવાન આવે એ તો સૌ કોઇને ગમે,
પણ ભગવાનનાં ઘરે જવાના વિચાર માત્રથી ધબકારા ઉંચા થઈ જાય!!!."
# શૂન્ય અને વર્તુળ
શૂન્ય અને વર્તુળ દેખાવ મા સરખા હોય તો પણ,
એમાં જમીન આસમાન નો ફરક હોય છે.
શૂન્ય મા આપણી એકલતા હોય છે અને
વર્તુળમાં આપણા મિત્રો હોય છે.
એટલેજ ફ્રેન્ડ સર્કલ કહેવાય છે ને....!
# સ્ત્રી અને મીઠું
કેટલું સારું હોત કે જીંદગીની મુશ્કેલીઓ પણ,
Whatsapp Status ની જેમ આપોઆપ 24 કલાક મા ડિલીટ થઈ જાય!!!.
સ્ત્રી અને મીઠું
બન્ને નું મહત્વ એમની ગેરહાજરી મા જ ખબર પડે.
Best 21 Super Gujarati Suvichar |
# પક્ષી અને મદદ
પક્ષીઓ નો કલરવ સાંભળવો હોય તો પાંજરાની જરૂર નથી.
પક્ષીઓ ડાળી પર બેસે તે માટે ઝાડ ની જરુર છે.
કોઈ ગરીબને થોડી મદદ તો કરી જુઓ,
મોંઘવારી ના જમાના મા દુઆ હજી સસ્તી મળે છે.
# વાણી વિલાસ
વાણી અને વિચાર બન્ને પ્રોડક્ટ આપણી પોતાની કંપની ની છે. જેટલી એની કવોલિટી સારી એટલી એની સારી કિંમત મળશે.
પીઠ પાછળ એમનીજ વાત થાય છે,
જેમનામાં કંઇક અલગ વાત હોય છે!!!.
# આચરણ અને Attitude
આપણા ચરણ તો મંદિર સુધી લઈ જશે ,
પણ આપણું આચરણ તો પરમાત્મા સુધી.
ચાલો તો એવી રીતે ચાલો કે તમે રાજા હોવ ,
નહિ તો એવી રીતે ચાલો કે શું ફરક પડે કોઈ પણ રાજા હોય!!!.
તો મિત્રો આ હતાં આપણાં Best 21 Super Gujarati Quotes. આપ સૌ ને આ post કેવી લાગી આપણા like, comments અને વધુમાં વધુ post ને share જરૂર કરજો.
આવી જ અન્ય પોસ્ટ વાંચો નીચેની લિંકમાં.
0 Comments