Unknown 7 Health Tips In Gujarati | Diet Chart In Gujarati | સ્વાસ્થ્ય સંભાળ.
એક કહેવત છે ને...,
પહેલું સુખ તે જાતે નર્યા,
બીજું સુખ તે ઘેર દીકરા(આદર્શ દીકરા_દીકરી)
ત્રીજું સુખ તે કોઠીએ જાર(સંપતિ અને ધાન્ય),
ચોથું સુખ તે ગુણવંતી નાર(સર્વગુણ સંપન્ન).
આજનાં Unknown 7 Health Tips In Gujarati નાં આર્ટિકલ મા આપણે શરીર કેવી રીતે સ્વસ્થ રાખવું ? આપણી દિનચર્યા કેવી હોવી જોઇએ ? તેમજ અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ વિશે વાત કરીશું.
તો મિત્રો આ રહી Unknown 7 Health Tips In Gujarati .
1. હુંફાળું પાણી રોજ સવારે.
(1.1) સવારે આપણે ઉઠીએ એવાં કંઈ પણ પેટમાં નાખ્યાં પહેલાં હુંફાળું ગરમ પાણી પીવું જોઇએ. એક ગ્લાસ અને પછી વધારીને બે ગ્લાસ કરી શકાય.
(1.2) હુંફાળું ગરમ પાણી પીવાથી સવારમાં મોં ની લાળ માં રહેલો ક્ષારીય પદાર્થ પાણી વાટે પેટમાં આંતરડાં મા જાય છે જેના પ્રેશર થી આંતરડાં સક્રિય બને છે અને તેમાં રહેલો મળ આગળ ધકેલાય છે.
2. Breakfast મા શું ખાવું?
Unknown 7 Health Tips In Gujarati |
સવારના નાસ્તા મા તાજાં ફળ, ડ્રાયફ્રુટ અને સિઝન ના શાકભાજી નો જ્યૂસ અથવા આ ત્રણેય વસ્તુઓ સાથે લઈ શકાય જે એક Perfect Breakfast of Morning કહી શકાય.
સવારનાં નાસ્તામાં વધુ તેલવાળી, મેંદાવાળી કે જંકફુડ લેવા નહી તેના સિવાય નીચે આપેલ લીસ્ટ મુજબ નાસ્તો લઈ શકાય.
(2.1) ખાખરા વગર તેલના પરોઠાં અને ઢેબરાં.
(2.2) રોટલી, ભાખરી , રોટલા.
(2.3) પૌંઆ,ઈડલી, ઉપમા, પાતરા, મૂઠિયાં,ખીચું.
(2.4) ઈડલી, ઢોકળાં, ખમણ કે ઈદડા, મમરા.
(2.5) Roast કરેલી items મેંદા વગરની.
(2.6) પુલાવ, ખીચડી કે ભાત.
(2.7) ગ્રીન ચટણી અને રાયતાં.
(2.8) મકાઈ બાફેલી, દાણા ચણા.
(2.9) સુકામેવા, ખજૂર.
(2.10) ફણગાવેલા કઠોળ, ગ્રીન સલાડ, ભેળ.
(2.11) ફળો, સૂપ, કાંજી કે દાળ.
3. Perfact Lunch
બપોરનું Lunch સૂર્ય માથા ઉપર આવે તે પહેલાં લઈ લેવું જોઇએ.
બપોરના Lunch મા Breakfast કરતાં થોડો ઓછો આહાર લેવો જોઈએ. બપોરનાં Lunch મા નીચે મુજબ આહાર લઈ શકાય.
(3.1) રોટલી અને શાક
(3.2) દાળ ભાત, કઢી પુલાવ, ખીચડી.
(3.3) સલાડ તાજું કાપેલું.
(3.4) દહીં કે દહીંનું રાયતું, છાશ.
(3.5) Vegetable Soup.
(3.6) માંસાહાર, ઈંડા.
બપોરનું Lunch 12pm થી 2pm ના સમયગાળા દરમ્યાન લઈ લેવું જોઈએ.
4. પાણી નું પ્રમાણ.
પાણી શરીર માટે ખુબજ જરૂરી પ્રવાહી છે. દિવસ દરમ્યાન શરીર ને તરોતાજા રાખવાં પૂરતું પાણી પીવું જરૂરી છે.
આપણા શરીરમાંથી કેટલાંય પોષકતત્ત્વો પસીના, પેશાબ અને અન્ય રીતે બહાર નીકળી જાય છે. જેની જરૂરિયાત પુરી કરવા પાણી પીવું જ જોઇએ.
(4.1) રોજિંદા આહાર મા સૂપ, છાશ, કઢી નો સમાવેશ કરવો.
(4.2) તાજી મોળી Room Temprature ઉપર રાખેલી છાશ જ પીવી.
(4.3) ફળોના જ્યૂસ પીવા.
(4.4) ચા, કોફી, દૂધ જેવા કબજિયાત કરે તેવાં પ્રવાહી ઓછાં લેવા.
5. ફળો કયા ખાવા? અને ક્યારે ખાવા?
Unknown 7 Health Tips In Gujarati |
(5.1) તાજાં ફળો Breakfast કે સાંજનાં નાસ્તા સમયે ખાવા તેમની સાથે બીજી કોઈ વસ્તુ ખાવી નહી.
(5.2) Seasonable ફળો તાજાં લઈ ધોઈ ને ખાવા.
(5.3) ફળો કાપ્યા પછી તુરંતજ ખાઈ લેવા નહીતો તેના પોષકતત્ત્વો હવા મા નાશ પામે છે.
(5.4) જ્યૂસ કરતાં ફળો ડાયરેક્ટ ખાવાનો આગ્રહ રાખવો.
6.Dinner મા શું ખાવું જોઈએ?
રાતનું ભોજન એટલે કે Dinner એકદમ હલકું અને સુપાચ્ય હોવું જોઇએ. જે તરત જ પચી જાય. રાતનો આહાર વધારે મસાલેદાર, ભારી, વાયુયુક્ત ના હોવો જોઇએ.
રાતના ભોજન મા નીચે આપેલ વાનગીઓ લઈ શકાય.
(6.1) મિક્સ દાળની ખીચડી.
(6.2) દાળ અને રોટલી.
(6.3) Roasted ocha તેલવાલું શાક.
(6.4) વેજીટેબલ સૂપ.
(6.5) પનીરની આઇટમ, ટોફૂ.
(6.6) જુવાર, બાજરી , રાગી ના રોટલા
(6.7) પાંદડા વાળી શાકભાજી.
7. કસરત કે વ્યાયામ કેવો કરવો?
Unknown 7 Health Tips In Gujarati |
આહાર ની સાથે સાથે સ્વસ્થ શરીર માટે કસરત ખુબજ જરૂરી છે.
(7.1) દરરોજ 30 મિનિટ નું walk સવારે કે સાંજે કરવું જ જોઈએ તેના ફાયદા તેમને ટુંક સમય મા મળશે
(7.2) રોજ સવારે બને તો 15 મિનિટ પ્રાણાયામ કરવો જોઈએ જેથી શરીર દિવસ દરમ્યાન સ્ફૂર્તિવાન બની રહે.
(7.3) પેટને કસરત મળે તેવા યોગાસન કરવાં.
(7.4) શરીર સાથે મન મસ્તિષ્ક સ્વસ્થ રાખવા, નવી નવી જગ્યાઓ એ ફરવા જવું, કામ માંથી break લેવો, પ્રકૃતિ ના ખોળે જવું, પુસ્તકો વાંચવા, પરીવાર સાથે quality time વિતાવવો અને પોતાનો કોઈ એક શોખ વિકસાવવો.
તો મિત્રો તન, મન અને ધન માટે આપણેજ જાગરૂકતા સજાગતા રાખવી પડશે આપણાં શરીરની, મનની અને મગજ ની.
8. FAQ: Unknown 7 Health Tips In Gujarati
(8.1) Q : પેટ બરાબર સાફ થાય તે માટે શું કરવું?
A : પેટ બરાબર સાફ થાય તે માટે સવારે ઉઠતાં ની સાથે હુંફાળું ગરમ એક ગ્લાસ પાણી પીવું જોઈએ અને રાતના ભોજન મા કાળજી રાખવી.
(8.2) Q : ફળો કયા કયા ખાવા જોઈએ?
A : બધાજ seasonable ફળો ખાવાં જોઈએ અને બને તો એક સફરજન રોજ ખાવું જોઈએ તેમાં બધાજ પોષકતત્વો રહેલાં હોય છે.
(8.3) Q : કસરતો કંઈ કરવી જોઈએ?
A : દરરોજ બને તો 30 મિનિટ પસીનો આવે ત્યા સુધી કસરત કરવી જોઈએ જેમાં ચાલવું, દોડવું, યોગા અને અન્ય વ્યાયામ આવી શકે.
આપ સૌ ને આ Unknown 7 Health Tips In Gujarati આર્ટિકલ કેવો લાગ્યો અમને જરૂર થી comments કરજો. અને આ આર્ટિકલ ને વધુમાં વધુ શેર કરજો.
આપ સૌ સ્વસ્થ રહો અને મસ્ત રહો એવી ઇશ્વર ને પ્રાર્થનાં.