Subhash Chandra Bose In Gujarati 2023

 Subhash Chandra Bose In Gujarati 2023 | નેતાજી સુભાચંદ્ર બોઝ વિશે નિબંધ.



Subhash chandra Bose images


મિત્રો નેતાજી એટલે કે સુભાષચંદ્ર બોઝ ના જીવનની કેટલીક વાતો, ઘટનાઓ, સિદ્ધિઓ અને તેમનું જીવન ચરિત્ર એમની જન્મ જયંતિ એટલેકે 23 જાન્યુઆરી પર આપણાં આજના આર્ટિકલ મા પ્રસ્તુત કરેલ છે.

સુભાષચન્દ્ર બોઝ નો એક ટુંકો પરિચય ~

નામ : સુભાષ ચંદ્ર બોઝ.

જન્મ : ૨૩ જાન્યુઆરી ૧૮૯૭ , કટક.

માતા : પ્રભાવતી દેવી.

પિતા : જાનકીનાથ (વકીલ)

પત્ની : એમિલી

સંતાન : અનિતા.

✓ શિક્ષણ ક્ષેત્રે નેતાજીએ ICS ( ઇન્ડિયન સિવિલ સર્વિસ) ની પરીક્ષા અવ્વલ ક્રમે પાસ કરી હતી. પાછળ જતાં નોકરી માંથી રાજીનામું આપી દીધું હતું.

✓ ત્યારબાદ રાષ્ટ્રહિત ની ભાવના ને કારણે તેઓ દેશસેવા ના રસ્તે ચાલી નીકળ્યા કેમકે તેમને પહેલેથીજ અંગ્રેજો થી કડવાશ હતી.

December ૧૯૨૭ મા તેઓ કોંગ્રેસ ના રાષ્ટ્રીય મહાસચિવ અને સાલ ૧૯૩૮ મા કોંગ્રેસ ના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિમાયા હતાં.

✓ ૧૬ માર્ચ ૧૯૩૯ મા તેમણે કોંગ્રેસ માંથી રાજીનામું આપી દીધું હતું.

✓ સુભાષચંદ્ર બોઝે ૩ મે ૧૯૩૯ નાં રોજ ફોરવર્ડ બ્લોક નામની પોતાની અલગ પાર્ટી બનાવી હતી.

✓ ત્યારબાદ દેશ ની સેવા સ્વતંત્રતા માટે તેમણે યુવાનો ને સંગઠિત કર્યા જેની શરૂઆત તેમણે ૪ જુલાઈ ૧૯૪૩ ના રોજ સિંગાપોર ખાતે ભારતીય સ્વાધીન સંમેલન દરમિયાન કરી હતી.

✓ ૫ જુલાઈ ૧૯૪૩ મા તેઓએ આઝાદ હિંદ ફોજ નું પુનઃ ગઠન કર્યું જેની સ્થાપના કેપ્ટન મોહનસિંહ દ્વારા કરવામાં આવી હતી.

✓ ૧૨ સપ્ટેમ્બર ૧૯૪૪ નાં રોજ રંગૂન ના જુબલી હૉલ માં શહીદ યતિન્દ્રદાસના સ્મૃતિ દિવસપર તેમણે માર્મિક ભાષણ આપતાં કહ્યું હતું કે સ્વતંત્રતા બલિદાન માંગે છે.  " તમે મને લોહી આપો , હું તમને આઝાદી આપીશ."

✓ નેતાજી નું આ વાક્ય વિશ્વભરના ઈતિહાસ માં સુવર્ણ અક્ષરોથી અંકિત છે.

✓ ૧૮ ઓગસ્ટ ૧૯૪૫ ના રોજ વિમાનમાં ટોકિયો ખાતે જતાં હવાઈ મથક પર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું જેમાં નેતાજી મુસાફરી કરી રહ્યાં હતા.

✓ આ સાથેજ દેશની આઝાદી ની લડતમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપનાર અને જીવન ખપાવી નાંખનાર ભારતમાતા ના પુત્ર રાષ્ટ્રપ્રેમની જ્યોત પ્રગટાવી અમરતાને પ્રાપ્ત થયાં.


Netaji jayanti 2023


🇮🇳 સુભાષ ચંદ્ર બોઝ _નેતાજી ની જન્મજયંતી પર સૌ દેશ વાસીઓ ને શુભકામનાઓ. 🇮🇳

આશા રાખું છું કે આ લેખ આપને ગમ્યો હશે જે વાંચીને તમને પ્રેરણા મળી હશે. વિદ્યાર્થીઓ ને પણ નેતાજી વિશે નિબંધ લખવા માટે આ લેખ ઉપયોગી નીવડશે.

અવાજ અન્ય ચરિત્રો અને પ્રકાશિત કરતાં રહીશું આ લેખ તમારા મિત્રોને શેર કરવાનુ ભૂલતા નહિ.

અમારાં અન્ય આર્ટિકલ.

વ્યક્તિ વિશેષ.


Post a Comment

0 Comments