પ્રજાસત્તાક દિવસ 2023 | Republic Day 2023 | પ્રજાસત્તાક દિવસ નિબંધ , કાર્યક્રમો અને ભારતીય સંવિધાન.
મિત્રો 26 January એટલે પ્રજાસત્તાક દિવસ આપણે સૌ ભારતવાસીઓ ભારતના સંવિધાન ના અસ્તિત્વ મા આવવા અંગે ઉજવવા મા આવે છે.
ભારત એટલેકે ઇન્ડિયા નું સંવિધાન :
આપણો દેશ ઈ. સ.1947 મા અંગ્રેજોની ગુલામી માંથી આઝાદ થયો હતો. ત્યારબાદ 1950 મા દેશનું સંવિધાન અસ્તિત્વ મા આવ્યું હતું.
ભારત ના સંવિધાન ને બનાવતાં 2 વર્ષ 11 મહિના અને 18 દિવસનો સમય લાગેલો. ત્યાર બાદ તે સંપૂર્ણ દેશ મા લાગુ કરવામાં આવેલું.
પ્રજાસત્તાક દિવસ ના કાર્યક્રમો અને સમારંભ :
26 January એ દિલ્હી મા સાંસ્કૃતિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવે છે. જેમાં લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. તેમજ શાળા કોલેજો અને સરકારી કચેરીઓ મા ધ્વજારોહણ કરવામાં આવે છે. વીર શહીદોને યાદ કરવામાં આવે છે.
આ દિવસે ભારતીય સેના ની ત્રણેય પાંખો (ભૂમિ, જલ અને વાયુ ) દ્વારા પરેડ કરવામાં આવે છે. શાળા કોલેજો મા વિદ્યાર્થીઓ વિવિધ સ્પર્ધાઓ જેવી કે નિબંધ લેખન , ભાષણ , નૃત્ય અને કળા મા અનેરા ઉત્સાહ થી ભાગ લે છે.
74મા પ્રજાસત્તાક દિવસ 2023 ના મુખ્ય અતિથિ
ભારત ના 74 મા પ્રજાસતાક દિવસ પર મુખ્ય અતિથિ ના રૂપ મા ઇજિપ્ત ના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતેહ અલ સિસી (abdel fattah el sisi) હજાર રહેવાના છે.
પ્રજાસતાક દિવસ 2023 ના નારા :
* 26 મી જાન્યુઆરી ના દિવસે થયો હતો
નવભારત નો આરંભ ,
પૂર્ણ સ્વતંત્રતા મેળવીને ભારતે
તોડ્યો અંગ્રેજી હકુમત નો ભંગ.
* આવો બધાંને મળીને સમજાવીએ
પ્રજાસતાક દિવસનો અર્થ ,
સમાજને બનાવીએ શક્તિશાળી
અને લોકોને બનાવીએ સમર્થ.
* પ્રજાસતાક દિવસ જ્યારે આવે છે
ભારત વિશ્વને પોતાની તાકાત બતાવે છે.
* પ્રજાસતાક દિવસ આવ્યો છે ,
રાષ્ટ્રભક્તિ અને પ્રેમનો રંગ લાવ્યો છે.
* ચાલો દેશભક્તિના ગીતો ગાઈએ ,
પ્રજાસતાક દિવસ નો પર્વ મનાવીએ.
* ભાઈચારા નું મહત્વ બતાવતાં રહીશું ,
પ્રજાસતાક દિવસ આમ જ માનવતા રહીશું.
*ચાલો આ પ્રજાસતાક દિવસ પર એક
સ્વપ્ન જોઇએ,
એક રાષ્ટ્ર , એક ઉદ્દેશ્ય અને એક ઓળખ.
Republic Day 2023 |
ગુજરાત મા પ્રજાસતાક દિવસ ની ઉજવણી
ગુજરાત મા આ વર્ષે પ્રજાસતાક દિવસ ની ઉજવણી બોટાદ ખાતે કરવામાં આવશે.
તો આપ સૌ ને પ્રજાસતાક દિવસ 2023 ની શુભકામનાઓ . જય હિન્દ.
ભારત માતા કી જય.
0 Comments