31 + Evergreen Gujarati Motivational Suvichar | ગુજરાતી મોટીવેશન| મોટીવેશન ટીપ્સ.
Gujarati Motivational Suvichar |
મિત્રો ઘણાં સમય બાદ હુ બ્લોગ પોસ્ટ કરી રહ્યો છું તે માટે પ્રથમ આપ સૌ ની માફી માંગુ છુ. આપ સૌ આ પોસ્ટ વાંચવા આવ્યાં તે બદલ ખુબ આભાર. હું તમને બેસ્ટ મા બેસ્ટ બ્લોગ આપવાની try કરું છું. પ્રયત્ન કરું છું.
આજનાં આર્ટિકલ મા 31 + Evergreen Gujarati Motivational Suvichar આપવામાં આવ્યાં છે જે ઘણાં reserch કર્યાં પછી શોધવામાં આવ્યાં છે.
જીવનમાં Motivation કે ઉત્સાહ કે જોશ કે મહત્વાકાંક્ષા જે કહો તે દરેક સ્તરે ખૂબ જરૂરી છે. પછી તમે વિદ્યાર્થી હોવ , નોકરિયાત હોવ, ગૃહસ્થ હોવ, સ્રી હોવ કે પુરૂષ. આજનાં આધુનિક સમયમાં માણસ અનેક સંજોગો- પરિસ્થિતિઓ મા stress અનુભવે તાણ અનુભવે આવા સમયે motivation ની ખુબજ જરૂરિયાત પડે છે.
પહેલાં ના સમયમાં બાપ દાદા ઓ કે સંતો તરફથી કે શિક્ષકો તરફથી motivation મળી રહેતું. પરંતુ આજે સમય ના અભાવે અને new generation gap નાં કારણે તે બધું લુપ્ત થઈ રહ્યું છે. અને આજે internat motivation નો એક મુખ્ય સ્ત્રોત બની રહ્યું છે.
તો મિત્રો તમારો વધુ સમય નહી બગાડી નીચે 31 + Evergreen Gujarati Motivational Suvichar
પ્રસ્તુત કરું છું.
૧. જીવન સાયકલ ના બે પૈડાં જેવું છે.Balance ત્યાં સુધી જ રહેશે જ્યાં સુધી તમે ચાલશો.
૨. જેટલું ઓછું બોલશો એટલા પ્રભાવશાળી તમારાં શબ્દો થતાં જશે.
૩. દરેક વખતે વાટાઘાટો કે ઝઘડાં કરવાની જરુર નથી તમે સીધે સીધું પણ કહી શકો કે "હુ તમારી વાત થી સહમત નથી."
Gujarati Motivation |
૪. આશા અને ભરોસા માં માત્ર એક જ અંતર છે કે આશા તૂટવાથી તમે બહાર આવી શકો જ્યારે ભરોસો તૂટવાથી બહાર અવાતું નથી.
૫. જો તમારું બાળપણ યાદગાર ના હોય તો, તમારાથી નાના નું બાળપણ યાદગાર બનાવો કેમકે એમનાં પાસે પણ એક જ બાળપણ છે.
૬. વૃદ્ધ થવાથી એક શાંતિ એટલી થાય છે કે આપણે જવાની માં મરતા નથી.
૮. તમે જેટલું તમારા tension ને serously લેશો, તેટલું તમારાં tension ને seriously કોઈ નહી લે. તેથી પોતાનાં tensions ને seriously ના લો નહીતો તેની નકારાત્મક અસરો તમારાં ઉપરજ પડશે.
૯. જો તમે કોઈ સમસ્યા થી દુઃખી થઇ રહ્યાં હોવ તો, તમારાં વિચારો સમસ્યા કરતાં તેનાં નિરાકરણ ઉપર કેન્દ્રિત કરો.
૧૦. જો તમે પ્રથમ વખત સફળ નાં થાવ, તો તમારાં માં અને મહાન લોકોમાં એક જ સામ્યતા છે કે તેઓ પણ પ્રથમ વખત સફળ ન થયાં હતા.
૧૧. આજે તમે ગમે તેટલાં પૈસા કમાતા હોવ પણ તમારી વૃદ્ધાવસ્થા માટે પૈસા જરૂરથી બચાવો.
૧૨. તમારી ખુશી ના માલિક તમે ખુદ છો.
૧૪. આ દુનિયાની સૌથી સુંદર વસ્તુઓ ને જોઇ કે સ્પર્શી નહી શકાય તેને ફક્ત અનુભવી કે મહેસૂસ કરી શકાય.
૧૫. કોઈ વ્યક્તિ નુ વાસ્તવિક સ્વરૂપ જાણવું હોય તો તેને ફક્ત એટલું જ કહેજો કે," હું સમસ્યા માં છું."
૧૬. કોઈ એકલું રહે તો કોઈ એકલું રહી જાય છે.
૧૭. મુશ્કેલ સમયમાં ઢળી નહી પડવાનું અને સારાં સમયમાં ઉછળી નહી પડવાનું.
૧૮. દુનીયા ની પણ અલગ રીત છે...પથ્થર ના નંદી ને પૂજવામાં આવે છે અને જીવીત ને ડંડા મારવામાં આવે છે.
૧૯. કાશ થોડો સમય હોત એ લોકો પાસે જેમના પાસે સંબંધો તો છે પણ સંબંધો માટે સમય નથી.
૨૦. તકલીફ માં માણસ ને તમારાં સાથ ની જરૂર હોય છે તમારી સલાહ ની નહી. જો તને તેને સાથ ના આપી શકતા હોવ તો વણમાંગી સલાહ તો નાજ આપો.
૨૧. જો તમને તમારા જીવન નું કોઈ લક્ષ્ય નાં દેખાતું હોય તો તમે માત્ર ખુશ રહેવાનું શીખો.
31+ Evergreen Gujarati Motivational Suvichar |
૨૨. બાળપણ માં તમને બધાજ પ્રેમ કરશે, મૃત્યુ બાદ પણ તમને બધાજ પ્રેમ કરશે રહી વાત વચ્ચે ની તો તે સમયગાળા દરમ્યાન તમારે પોતે ખુશ રહેવાનું શીખવું પડશે.
૨૩. ભાવ કરતાં ' કિંમત ' કે ' value ' કરતાં શીખો.
૨૪.આ દુનીયા મા અરીસો જ ઍક એવો મિત્ર છે જે તમારાં ઉપર ક્યારેય નહી હસે જ્યારે તમે રોતા હશો.
૨૫. જીવન ને આસાન બનાવવાં માટે કંઈ ના કરો તેનાથી વધું પોતાની જાતને મજબૂત બનાવવાં માટે પ્રયાસો કરો.
૨૬. નીચે પડવામાં કોઈ શરમ નથી, પરંતુ શરમની વાત ત્યારે છે જ્યારે તમે નીચે પડીને ઉભા પણ નથી થતાં.
૨૭. જો કોઈ તમારી નિંદા કરે તો તમે ખુબ ભાગ્યશાળી છો. કેમકે તમને free માં પોતાને સારાં બનવાનો મોકો મળી રહ્યો છે.
૨૮. આપણું ખુદનું વાસ્તવિક સ્વરૂપ આપણને મળતું નથી પણ આપણે તે બનાવવું પડે છે.
૨૯. હંમેશા તેજ કામ કરો જે સાચું હોય તે ના કરો જેમાં શોર્ટકટ્સ હોય.
૩૦. જો તમારી પાસે સાચા કામો કરવાનો સમય ના હોય તો તેના સિવાયના ખોટાં કામો તો નાજ કરો.
૩૧. બીજાથી અલગ થાવું હંમેશા ગલત નથી હોતું.
૩૨. યાદો લઈને મરો ઇરાદા ની સાથે નહી.
૩૩. જૂની ચાવીઓ થી નવા તાળા નથી ખુલતાં.
૩૪. સંબંધો ને ભૂલો નહી પણ નાસમજણ - ગલતફેમીઓ ખત્મ કરી નાખે છે.
૩૫. તમારાં વિચારો જ તમારી સીમા છે.
૩૬. સપનાં સાચા કરવાનું પહેલું પગથિયું એટલે, 'સપનાં જોવાં.
આ સુવિચારો, 31 + Evergreen Gujarati Motivational Suvichar આપ સૌ ને કેવાં લાગ્યાં આપનો પ્રતિભાવ comment જરૂર થી આપજો. અને motivate થઈ જીવન મા આગળ વધવાના વધુ ને વધુ પ્રયાસો આપ કરશો એવી મારી શુભકામનાઓ.
મારી અન્ય પોસ્ટ વાંચવા નીચેની લીંક ઉપર ક્લીક કરો.
0 Comments