Bhagwad Gita In Gujarati | ભગવદગીતા અધ્યાય ૫ | ભગવદગીતા કર્મયોગ.
ભગવદ્ ગીતા ના અધ્યાય ૫ મા ભગવાન કર્મયોગ - એટલેકે મનુષ્યે જીવન મા કેવું કર્મ કરવું તે વિષે અર્જુન ને સમજાવે છે.
તે પહેલાં અર્જુન ભગવાન ને પૂછે છે કે તમે કર્મો ના ત્યાગને વખાણો છો અને વળી ભક્તિપૂર્વક કરેલા કર્મો ની પ્રશંસા પણ કરો છો. તો આ બન્ને માંથી કલ્યાણકારી શુ છે??? તે મને સમજાવો.
આ અધ્યાય મા ભગવાન આપણે કઈ રીત ના કર્મો કે કાર્યો કરવાં તેની સમજણ આપી છે. તે આપણે વાંચીશું આજનાં Bhgawad Gita In Gujarati ના આર્ટિકલ મા.
કર્મયોગ - અધ્યાય - ૫.
श्री भगवानुवाच
संन्यासः कर्मयोगश्च निःश्रेयसकरावुभौ।
तयोस्तु कर्मसंन्यासात्कर्मयोगो विशिष्यते।।
શ્લોક ૨ , અધ્યાય ૫.
ભાવાર્થ : ભગવાન બોલ્યાં,
મનુષ્ય જ્યાર સુધી ભોગવૃતી થી જોડાયેલા કે દેહપુષ્ટી થી જોડાયેલા કર્મો કે ક્રિયાઓ મા જકડાયેલો રહેશે, ત્યાં સુધી તેને વારંવાર જુદા જુદા શરીરો ધારણ કરવાં પડશે. અને તે ભવબંધન મા સપડાયેલો રહેશે.
કર્મ નો ત્યાગ(સન્યાસ) અને ભક્તિપૂર્વક કરેલું કર્મ આ બન્ને મોક્ષદાયક છે. પરંતુ બન્ને મા કર્મત્યાગ(સન્યાસ) કરતાં ભક્તિ સાથે કરેલું કર્મ વધારે ઉત્તમ ગણાય છે.
ज्ञेयः स नित्यसन्न्यासी यो न द्वेष्टि न काङ्क्षति ।
निर्द्वन्द्वो हि महाबाहो सुखं बन्धात्प्रमुच्यते ॥
શ્લોક ૩ , અધ્યાય ૫.
ભાવાર્થ :
જે મનુષ્ય કોઈને ધિક્કારતો નથી અને પોતે કરેલા કર્મો ના ફળની ઇચ્છા રાખતો નથી. કૃષ્ણ ભક્તિ મા પણ લીન છે તે સદાનો સન્યાસી છે.
આવો મનુષ્ય બધી માયાથી મુક્ત હોય છે અને સહેલાઈથી ભૌતિક બંધનો થી છૂટી જાય છે અને પૂર્ણ રીતે મુકત થાય છે.
साङ्ख्ययोगौ पृथग्बालाः प्रवदन्ति न पण्डिताः ।
एकमप्यास्थितः सम्यगुभयोर्विन्दते फलम् ॥
શ્લોક ૪ , અઘ્યાય ૫.
ભાવાર્થ :
અજ્ઞાનીઓ જ કહે છે કે સાંખ્યયોગ એટલેકે જ્ઞાનયોગ અને ભક્તિપૂર્વક નો કર્મયોગ __એકબીજાથી જુદા છે. પરંતુ આ બે માંથી કોઈ પણ એક માર્ગ મા પૂર્ણ રીતે સ્થિર થયેલો મનુષ્ય બંનેનું ફળ મેળવે છે.
સાંખ્યયોગ ની રીત વૃક્ષ નાં મૂળ ને ખોળી કાઢવાની છે જ્યારે ભક્તિપૂર્વક ના કર્મયોગ ની રીત મૂળને પાણી પાવાની છે.
આ પણ વાચવા નું ચૂકતાં નહી.. click here.
सन्न्यासस्तु महाबाहो दुःखमाप्तुमयोगतः ।
योगयुक्तो मुनिर्ब्रह्म नचिरेणाधिगच्छति ॥
શ્લોક ૬ , અઘ્યાય ૫.
ભાવાર્થ :
મનુષ્ય કેવળ કર્મત્યાગ થી સુખી થઈ શકે નહી તેણે ભગવાન ની ભક્તિમાં પરોવાવું જોઇએ. આ ભક્તિથી શુદ્ધ થયેલ મનુષ્ય ને જ અંતમાં પરમેશ્વર ની પ્રાપ્તિ થાય છે.
योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रियः ।
सर्वभूतात्मभूतात्मा कुर्वन्नपि न लिप्यते ॥
શ્લોક ૭ , અઘ્યાય ૫.
જે ભક્તિપૂર્વક કર્મો કરે છે. જેનું અંતઃ કરણ શુદ્ધ છે, જેણે મન અને અન્ય ઇન્દ્રિયો ને વશ કર્યાં છે, તે મનુષ્ય સૌ ને પ્રિય છે અને સૌ તેને વ્હાલાં છે. આવો મનુષ્ય કદી કર્મ બંધન મા ફસાતો નથી.
ब्रह्मण्याधाय कर्माणि सङ्गं त्यक्त्वा करोति यः ।
लिप्यते न स पापेन पद्मपत्रमिवाम्भसा ॥
શ્લોક ૧૦ , અઘ્યાય ૫.
જે મનુષ્ય આસક્તિ છોડી પોતાનાં કર્મ કરે છે અને કર્મ ના ફળ ભગવાનને અર્પણ કરે છે. તે મનુષ્ય કર્મદોષ થી મુક્ત રહે છે જેમ કમળ ના પાન ઉપર પાણી ના ટીપાં અલગ રહેતા હોય છે.
युक्तः कर्मफलं त्यक्त्वा शान्तिमाप्नोति नैष्ठिकीम् ।
अयुक्तः कामकारेण फले सक्तो निबध्यते ॥
શ્લોક ૧૨ , અઘ્યાય ૫.
Bhagvad gita in gujarati |
ભક્તિ માં સ્થિર થયેલો મનુષ્ય પોતાનાં કર્મો ના ફળ મને અર્પણ કરે છે અને શાંતિ પામે છે જ્યારે ભક્તિ રહિત મનુષ્ય કર્મ ના ફળનો લોભી હોઈ કામનાઓથી પ્રેરાઇ બંધનો મા ફસાતો રહે છે.
તો મિત્રો આ હતાં કેટલાક શ્લોક ભગવદ્ ગીતા ના અઘ્યાય ૫ માંથી bhagwad Gita In Gujarati માં. તમને આ પોસ્ટ કેવી લાગી જરૂર જણાવજો. અન્ય post bhagwad gita gujarati ઉપર જલ્દી આવશે.
મારી અન્ય post વાંચવા અહીં ક્લીક કરો.
૩. સુવિચારો.
0 Comments