Swami vivekananda na jiwan prasang | સ્વામી વિવેકાનંદ નિબંધ પ્રસંગ.
Vivekananda Jayanti |
મિત્રો,
વ્યકિત વિશેષ ના આ આર્ટિકલ મા અમે કંઇક નવું ઉમેરી રહ્યાં છીએ. આ આર્ટિકલ મા આપણે swami vivekananda na jiwan prasang વિશે માહિતી આપીશું.
સ્વામી વિવેકાનંદ એક અદભુત વ્યક્તિત્વ , એક અદ્ભુત પ્રતિભા, એક અસાધારણ યુવા આવી અનેકો ઉપમા ના ધની. આ પોસ્ટ મા આપણે swami vivekananda નાં જીવન ના ૩ પ્રસંગો વાંચીશું.
Swami Vivekanand no jiwan Parichay તેમજ મહત્વ ની બાબતો અંગે પણ માહીતી આપીશું.
સ્વામી વિવેકાનંદ જીવન પરિચય ટૂંકમાં :
નામ : નરેન્દ્રદાસ દત્ત.
પિતા : વિશ્વનાથ દત્ત.
માતા : ભુવનેશ્વરી દેવી.
જન્મ : ૧૨ જાન્યુઆરી ૧૮૬૩.
જન્મ સ્થળ : કલકત્તા.
વ્યવસાય : આધ્યાત્મિક ગુરુ.
પ્રસિધ્ધિ : અમેરિકા, ઇંગ્લેન્ડ તેમજ યુરોપ મા હિંદુ દર્શન ના સિધ્ધાંતો નો પ્રચાર.
ગુરૂ : રામકૃષ્ણ પરમહંસ.
મૃત્યુ : ૪ જુલાઈ ૧૯૦૨.
મૃત્યુ સ્થળ : બેલુર મઠ, બંગાળ.
સંદેશ : ઉઠો , જાગો અને ધ્યેય પ્રાપ્ત નાં થાય ત્યાં સુધી મંડ્યા રહો.
પ્રસંગ ૧: વિદ્યાર્થી અને ઘોડો.
એક વિદ્યાર્થી હતો.
તે કોલેજ માં ભણે.
તેનો વાર્ષિક અભ્યાસ પૂરો થયો અને પરીક્ષાઓ આવી ત્યારની આ વાત છે.
સ્વામી વિવેકાનંદ જીવન પરિચય |
જે દિવસે પરીક્ષા થવાની હતી તે દિવસે સવારમાં ઉઠીને તે ગીતો ગાવા માંડ્યો. મોટા મોટા રાગડા તાણી તાણી ને ગાવા માંડ્યો. આનંદ, મોજ અને મસ્તી ના ગીતો.
અચાનક તેના ક્લાસરૂમ મા તેના મોટા ભાઈ આવ્યાં. એમને કહ્યું,"નરેન્દ્ર!!!આ શું કરી રહ્યો છે? કેમ મોટે મોટે થી ગીતો ગાય છે? હમણાં તારી પરીક્ષા શરૂ થવાની છે. અને વાંચવા ને બદલે રાગડા તાણી ગીતો ગાય છે!"
નરેન્દ્ર હસી પડ્યો. અને કહ્યું,"મોટા ભાઈ ! તમે કદી ઘોડદોડ ની રેસ માં ભાગ લેતો ઘોડો જોયો છે ?"
મોટાભાઈ તો નરેન્દ્ર ના મોં સામે જોઇ રહ્યાં અને બોલ્યાં , "અરે ગાંડા ભણવાની વાત મા ઘોડો ક્યાંથી આવ્યો ?"
નરેન્દ્ર એ કહ્યું , "રેસ માં ભાગ લઈ રહેલ ઘોડા ને આખું વર્ષ તાલીમ આપવામાં આવે છે. ખુબ દોડાવવામાં આવે છે પણ બરાબર રેસ ના દિવસે તો એને પૂરેપૂરો આરામ આપવામાં આવે છે. એટલો આરામ કરીને તે તાજોમાજો થાય છે અને બરાબર રેસ ના દિવસે અને ખૂબ જોશ થી દોડે છે. અને જો રેસ ના દિવસે પણ સવારે દોડે તો ખરેખરી રેસ મા હારી જાય છે."
"વિદ્યાર્થી નું પણ એવુજ છે. વિદ્યાર્થી આખું વરસ શીખી ને તાલીમ મેળવે છે. પરીક્ષા તેની વિદ્યાની શક્તિ ની રેસ છે. તેમાં તે ત્યારેજ જીતી શકે જ્યારે તેનું મન તાજું હોય !"
જો પરીક્ષા ના દિવસે આરામ કરીને તણાવ મુક્ત થઈ ને પરીક્ષા આપશે તો સારી સફલતા પ્રાપ્ત કરી શકે.
મોટા ભાઈ તો તાજા ઘોડા અને વિદ્યાર્થી ની વાત સાંભળી હસી પડ્યાં અને ત્યાંથી ચાલ્યાં ગયાં. નરેન્દ્ર પાછો મોજ મા આવી ગીતો ગાવા લાગ્યો.
આજ નરેન્દ્ર મોટાં થઈ સ્વામી વિવેકાનંદ તરીકે મશહૂર થયાં.
પ્રસંગ ૨ : તમે છરી કઈ રીતે પકડો છો.
એક સમય ની વાત છે.
આપણે જાણીએ જ છીએ કે અમેરીકા ના શિકાગો શહેર ની વિશ્વ ધર્મસભા મા સ્વામી વિવેકાનંદ એ ભારત નું નામ ખૂબ રોશન કરેલું. તેઓ તે ધર્મસભા મા જવાનાં હતાં તે પહેલાં તેમનાં ગુરુમાતા શારદામણી નાં આશીર્વાદ લેવા ગયેલા. પરંતુ શારદામણી એ આશીર્વાદ આપવાને બદલે કંઇક જુદીજ વાત કરી. તેમને કહ્યું,"નરેન્દ્ર ! પેલાં ખૂણા મા પડેલી છરી જરા મને લાવી આપતો ! "
વિવેકાનંદ ભારે આશ્ચર્ય પામ્યાં કે પરદેશ જવાનાં મહત્વ ના પ્રસંગે માં આશીર્વાદ આપવાને બદલે છરી જેવી મામૂલી ચીજો માંગી આશીર્વાદ થી દુર કેમ રહે છે!.
વિવેકાનંદ ની ગુરુભક્તિ અપાર હતી. તેઓ ખૂણા મા જઇ છરી ઉપાડી છરી ની ધાર પોતાની તરફ રાખી અને હાથા વાળો છેડો માતા ને પકડાવ્યો.
શારદામણી એ છરી બાજુમાં મૂકી વિવેકાનંદ ઉપર આશીર્વાદ નો વરસાદ છલકાવી દીધો,"બેટા તું ખૂબ પ્રગતિ કર સફળતા મેળવ અને દુનીયા મા ભારત નું નામ રોશન કર ."
વિવેકાનંદ એ આશ્ચર્ય થઈ પૂછ્યું,"માં તે આશીર્વાદ આપવા ને બદલે છરી કેમ મંગાવી ?"
માં એ કહ્યું," તું છરી કઈ રીતે પકડે છે તે મારે જોવું હતું. જો તું સ્વાર્થી અને પોતાનો જ ખ્યાલ રાખવા વાળો હોત તો છરીનો હાથો પોતાની તરફ રાખત પણ તુતો પરોપકારી અને બીજાનું ભલું જોવા વાળો છે તેથી છરી ની ધાર પોતાની તરફ રાખી. જા ખૂબ સફળ થા. "
આવા સદગુણો ને કારણે સ્વામી વિવેકાનંદ મહાન વ્યક્તિત્વ બન્યાં. હવે તમે વિચારો કે,"મમ્મી છરી માંગે તો તમે તે કંઈ રીતે પકડો છો ? "😁
તો મિત્રો આ હતાં swami vivekananda na jiwan prasang.
સ્વામી વિવેકાનંદ ખૂબ નાની વયમાં બહું મોટા કાર્યો એને અને જીવન સંદેશ આપી ગયા કે પ્રભુ એ અમૂલ્ય જીવન આપ્યું છે તો તેનો ઉપયોગ કઈ રીતે કરવો. જીવન મા કેવી રીતે ઊંચા ઉઠવું. યુવાન કેવો હોવો જોઇએ. એને ઘણું બધું...
Vyakti Vishesh ની સીરીઝ મા અન્ય Posts વાચવા ક્લીક કરો.