31 BEST NEWLY GUJARATI SUVAKYO 2024 | ૩૧ બેસ્ટ ગુજરાતી સુવાક્યો | સુવાક્યો ગુજરાતી મિત્રો આજની પોસ્ટ માં અમે ૩૧ બેસ્ટ ગુજરાતી સુવિચાર પ્રસ્તુત કરી રહ્યા છીએ .આ સુવિચારો આપણે જીવન માં જો કોઈક ના કોઈક સમયે કે સંજોગો માં પણ અપનાવાની કોશિશ કરીએ તો આપણી લાઈફ માં કઇંક ને કઇંક ફાયદો તો થાય જ .કારણ કે કેટલાય અનુભવો અને નિચોડ બાદ આ સુવાક્યો અસ્તિત્વ માં આવ્યા છે . સુવાક્યો આપણને જીવન જીવવા નો એક મારગ બતાવે છે, સલાહ આપે છે , સાહસ આપે છે ,આશા આપે છે ,શાંતિ આપે છે અને જીવન જીવવા ની કલા સમઝાવે છે . યાદ રાખજો " એક નાનકડી સોંય જ પુરે પુરા કપડાં નું અસ્તિત્વ બનાવે છે .'' ૧. કોઈક ને પ્રેમ આપવો સૌથી મોટો ઉપહાર છે અને કોઈક નો પ્રેમ મેળવવો સૌથી મોટું સન્માન છે . ૨.સન્માન એક એવું રોકાણ છે જેને આપણે જેટલું આપીયે તેટલુંજ વ્યાજ સહીત પાછું મળે છે . ૩.સમય , વિશ્વાસ અને ઈજ્જત એવા પંખીઓ છે જે એક વાર ઉડી જાય તો પાછા નથી આવતા. ૪.જીવન માં ભેગું પણ એમની પાસે જ હોય છે જેઓ તેને વહેંચવા માં મને છે પછી તે અન્ન હોય કે સન્માન . ૫.સમય બધાને મળે છે જિંદગી બનાવવા માટે પણ જિંદગી પછી નથી મળતી સમય ...
Goutam Buddha Na Inspiring Jiwan Prasang | ગૌતમ બુદ્ધ જીવન પરિચય | બુદ્ધ જીવન ચરિત્ર.
મિત્રો,
આજે અહીં ગૌતમ બુદ્ધ નાં જીવન ચરિત્ર વિશે માહિતી આપીશું. ગૌતમ બુદ્ધ- જેમણે વિશ્વશાંતિ નો સંદેશ દુનીયા ને આપ્યો. યુવા વયે તેઓ ભવ્ય મહેલ રાજપાટ છોડીને જંગલ તરફ ચાલી નીકળ્યા ફક્ત ને ફક્ત મનુષ્ય જીવન નો હેતુ શોધવાં.
જીવનનો ખરો અર્થ સુખ,દુઃખ, કષ્ટ,પીડા વગેરે શું દર્શાવે છે? અને કેમ આવે છે? તેવાં પ્રશ્નો તેમને મન મા ઉદભવ્યા જેના જવાબ મા તેમને ઘણું આત્મચિંતન કર્યું ભ્રમણ કર્યું અને બુદ્ધ ધર્મ નો ઉદય થયો.
આ આર્ટિકલ માં Goutam Buddha Na Inspiring Jiwan Prasang વિશે કેટલાંક પ્રસંગ આપવામાં આવ્યાં છે.
Goutam Buddha Gujarati. |
~~: ગૌતમ બુદ્ધ જીવન ચરિત્ર :~~
નામ : સિદ્ધાર્થ (જન્મ સમયે)
જન્મ સમય : ઇ. સ.૫૬૩ વર્ષ પહેલાં.
જન્મ સ્થાન : નેપાળ ના લુમબીની વન મા.
માતા : કપિલવસ્તુ ની મહારાણી મહામાયા.
પિતા : શુદ્ધોદન કપિલવસ્તુ ના રાજા.
વિદ્યા કાળ : વેદ, ઉપનિષદ, યુદ્ધવિદ્યા , તીર કમાન,
ઘોડે સવારી, રથ હાંકવો , કુશ્તી.
ગુરૂ : વિશ્વામિત્ર
લગ્ન : ૧૬ વર્ષ ની વયે યશોધરા સાથે થયાં.
પુત્ર : રાહુલ.
બુદ્ધ જીવન પરિચય. |
Goutam Buddha Na Inspiring Jiwan Prasang
પ્રસંગ _૧ : સૌથી કિંમતી ઉપદેશ.
ગૌતમ બુદ્ધ અને તેમનાં શિષ્યો એકવાર એક નગરમાં ઉતર્યા હતાં. બુદ્ધ ઍક બગીચા મા વિહાર કરતાં અને સાંજે ઉપદેશ આપતાં.
એમના શિષ્યો દિવસભર નગર મા ફરતાં રહેતા હતાં અને લોકોને બુદ્ધ નો સંદેશ આપતાં. તેઓને આ કાર્ય મા જે જે અનુભવો થતાં તે અંગે રાત્રે બુદ્ધ જોડે ચર્ચા કરતાં.
એક દિવસે એક શિષ્ય એ કહ્યું," ભંતે ! આ નગર ના સૌ મનુષ્ય આપનો ઉપદેશ સાંભળવા તૈયાર છે સિવાય ઍક મનુષ્ય ને છોડીને. તે તૈયાર નથી. "
બુદ્ધ એ ઍક મીઠું સ્મિત કર્યું અને કહ્યું," કાલે હું તે માણસ ને મળીશ અને ઉપદેશ આપીશ. "
બીજે દિવસે શિષ્યો બુદ્ધ ને તે માણસ પાસે લઈ ગયાં.
તે માણસ સાવ ચિથરેલહાલ હતો. તેના કપડાં ઠેક ઠેકાણે ફાટેલાં હતાં. તે એક ગંધાતી ગોદડી પર પડ્યો હતો અને ઉશ્કેરાયેલ હતો.
Goutam Buddha Na Inspiring Jiwan Prasang. |
બુદ્ધે પોતાના શિષ્યો ને કહ્યું," મધુર માં મધુર - સ્વાદિષ્ટ લાગે તેવાં જાતજાતના ભોજન પકવાનો લાવો."
શિષ્યો દોડતાં જઇ ને ભોજન લઈ આવ્યાં. બુદ્ધે પોતાના હાથેથી તે માણસ ને જમાડ્યો.
પછી ચાલતા થયાં.
શિષ્યો તો બાઘા જેવા થઇ ને બુદ્ધ ની પાછળ દોડયા. અને થોડે દુર જઈને પૂછવા લાગ્યાં કે" ભંતે ! તે માણસ ને તેમ કોઈ ઉપદેશ તો ન આપ્યો? "
બુદ્ધે કહ્યું," વત્સો! ભૂખ્યા માટે ભોજન જ શ્રેષ્ઠ ઉપદેશ છે. જ્યાં સુધી પેટ ખાલી હોય મનુષ્ય બીજો કોઈ ઉપદેશ સાંભળવા તૈયાર નહી થાય. "
પ્રસંગ _૨ : લોહીનું મૂલ્ય.
ગૌતમ બુદ્ધ પરીવ્રજ્યા દરમ્યાન ઍક નદી પાસે પહોંચ્યા. નદીને સામસામે કાંઠે બે ગામ વસેલા હતાં. નદીના પાણી મળવાને કારણે ખેતી નો પાક સારો થતો હતો. બન્ને ગામો મા ખુશ ખુશાલી રહેતી. બન્ને ગામના લોકો વચ્ચે સારો મેળ હતો. પ્રેમ હતો. સૌ સાથે મળીને ઉત્સવો ઉજવતા.
એક વાર એવું થયું ખૂબ દુષ્કાળ પડ્યો. નદીના પાણી ઓછાં થવા લાગ્યાં. ખેતરો નો પાક સૂકાવા લાગ્યો જેથી એક ગામ વાળાઓ એ નદીમાંથી નહેર કાઢી પોતાનાં ગામના ખેતરો માં પાણી પહોંચાડવા માંડ્યું.
જેના પરિણામે બીજા ગામ વાળાઓ એ વાંધો ઉઠાવ્યો કે તેમ નદીના પાણી આમ નાં વાળી શકો! અને આમ કરશો તો અમારું શુ થશે? અમારા ખેતરો નું શું થશે?
આ વાત પર બન્ને ગામ વાળાઓ વચ્ચે ઝગડા થવા લાગ્યાં. હમણાં સુઘી જે લોકો ને એકબીજા માટે પ્રેમ હતો, લાગણી હતી તેઓ એકબીજા ના લોહી રેડવા તૈયાર થઈ ગયા.
બરાબર આજ સમયે તથાગત ગૌતમ બુદ્ધ ત્યાં પોહચ્યાં હતા ક્ષણ વાર મા સમજી ગયા કે મામલો શુ છે. એમણે બન્ને પક્ષો ને સામે ઊભા રાખ્યા અને પૂછ્યું," ગ્રામજનો ! પાણી નું મૂલ્ય શું હોય છે ?"
ગ્રામજનો એ જવાબ આપ્યો," પ્રભુ, પાણી તો કુદરતની બક્ષિસ છે. તેનું મૂલ્ય કશું જ નથી. "
એટલે બુદ્ધે બીજો પ્રશ્ન પૂછ્યો," માણસ નાં લોહી નું મૂલ્ય શું ?"
ગ્રામજનો પાસે આ પ્રશ્ન નો ઉત્તર નહોતો. ઉતર ની જરુર પણ નહોતી. સૌ તરતજ સમજી ગયાં કે લોહી અમૂલ્ય છે. અને લડાઈ ઝગડા મા કોઈનું ભલું નથી થવાનું.
પછી ગૌતમ બુદ્ધ ના આગ્રહ થી એમણે નદી આડો એક બંધ બનાવ્યો અને બન્ને ગામોમાં પાણી ની વહેચણી કરી. સુખેથી રહેવા લાગ્યાં.
તો મિત્રો આ Goutam Buddha Na Inspiring Jiwan Prasang કેવા લાગ્યાં એમને જરૂર થી comment કરજો.
અન્ય વાંચવા જેવી post.