Best Gujarati Jokes

Best Gujarati Jokes | ગુજરાતી જોક્સ.


મિત્રો, 

 Jokes શબ્દ આવતાં જ રમૂજ, મજાક મસ્તી અને આનંદ ની feeling મનમાં આવે. વર્તમાન સમયમાં આ બધાં શબ્દો આપણા આખા દિવસ નો એક હિસ્સો બને એવી વધુને વધુ કોશિશો કરવી. આજે લોકો ભય, હતાશા, ચિંતા તેમજ માનસિક tension અને અનેક પ્રકારની મનોવૃત્તિ થી ઘેરાયેલા હોય છે. તેમને જીવન માં શું કરવું કે જેથી,...મન પ્રફુલ્લિત રહે,... tension થી દુર રહે તેની ખબર નથી પડતી. 

Gujarati Jokes ni image



હાસ્ય નું જીવન માં હોવું અત્યંત આવશ્યક છે. હસતો માણસ આપોઆપ સુંદર લાગવા લાગે. જીવનમાં નાની નાની વસ્તુઓ, પ્રસંગો કે અન્ય કાર્યો માંથી આપણે આનંદ લેવો જોઇએ. હસતાં રહેવાથી જ કેટલાંય રોગો બીમારીઓ આપોઆપ ખતમ થઈ જાય છે. 

 તો મિત્રો આપસૌ હસતાં રહો તે માટે મારો એક નાનકડો પ્રયાસ આ Best Gujarati Jokes વડે તમારી સમક્ષ મૂકું છું. વાંચી ને આનંદ લો અને share કરી બીજાને પણ મજા કરાવો. વો કહેતે હૈ ના..."ખુશિયા બાટને સે બઢતી હૈ."

1. ગણિતના શિક્ષક સ્ટાફ રૂમમાં બેસીને
ખાલી ડબામાં રોટલી ડૂબવીને ખાતા હતા....
તે જોઈને ગુજરાતીના શિક્ષક બોલ્યા
"અલ્યા ડબામાં શાકતો નથી ?"
ગણિત શિક્ષક બોલ્યા અમે તો શાકને એક્સ ધારેલ છે.

Gujarati teacher na joke


2.બકો લગ્નમાં જમવા ગયો,  
ત્યાં પ્લેટ પર મૂકેલ ટીશ્યુ પેપર જોઈને  
તેમને થયું કે આ પણ કોઈ ખાવાની ચીજ હશે. 
તે લઈને મોઢામાં મૂકવા જતા હતા  
ત્યાં બકુડીએ રાડ પાડી,  
ખાતા નહીં ..... હાવ મોળું સે.....

Gujarati baka na joke
Best Gujarati Jokes



3.વધારે ચિંતા ના કરો 
બધાના લગ્ન ગર્લફ્રેન્ડ સાથે જ થશે.
હવે કોની ગર્લફ્રેન્ડ સાથે કોના લગ્ન થાશે
એ મને નથી ખબર હો.

4.પતિ હિબકે ચડીને રોયો,
જ્યારે પત્નીનું આઠમાં ધોરણનું પ્રમાણપત્ર 
હાથમાં આવ્યું અને એમા લખ્યું હતું,
"કોમલભાષી અને શાંતિપ્રિય"

5.છોકરો : હાય, આઈ લવ યુ.
છોકરી : મારે બોય ફ્રેન્ડઆ છે.
છોકરો : વાંધો નય આટલું
જાણવાના તારા બાપુજીએ
 મને પાંચ હજાર દીધાં છે.

Gujarati love Na joke



6.કાલે એક પરિણીત પુરૂષના ઘરે એનું કોઈ
સગું લગ્નની કંકોત્રી આપવા આવ્યું.
પુરુષે સાહજિક ભાવે પૂછ્યું,
'ઘટનાસ્થળ ક્યાં છે' ?.

7.અઘરા પ્રયોગો
કદીપણ 
"જુલાબ" ની ગોળી 
અને 
" ઉંઘ " ની ગોળી
એક સાથે ના લેવી.

8.દરેક મહિલાનું એક જ સપનું.
મન ભરીને ખાઉં
અને જાડી પણ ના થાઉં.

Gujarati wife na joke



9.ઉસે પાના.
ઉસે ખોના..
ઉસકી યાદ મેંં રોના ...
અગર યહી ઈશ્ક હૈ તો ....
આપણે ક્યાં આવા ઈશ્કની જરૂર છે.
તમે કરો ... 

10.ભુતની સીરીયલમાં હિરોઈન એવું પુછે
" કૌન હૈ વહા ?"

જાણે ભુત સામેથી કહેવાનો હોય કે
" આ રહ્યો મોટા બેન, કબાટની પાછળ બેઠો છું ને
મમરા ખાઉં છું"!!!!

11.પત્નીનો તાવ માપવા ડોકટરે મોમાં 
થરમોમીટર મૂક્યું અને મો બંધ રાખવા કહ્યું,
ઘડીવાર સુધી પત્નીને ખામોશ બેઠેલી જોઈ
એટલે પેલા ભોળા ગામડિયા પતિએ ભાવુક
થઈ ડોક્ટરને હળવેકથી પુછયુ,
આ ડાંડલી કેટલાની આવે ?

12.મને એ નથી સમજાતું કે
તમે કોઈની મજાક ઉડાવો,
તો એ મજાક ઉડીને જતી ક્યાં હશે !!

તો આ હતાં best gujarati jokes.
વધુ પોસ્ટ વાંચવા માટે અહીં ક્લિક કરો.


Post a Comment

0 Comments