Chankya niti in gujarati

  Chankya niti in gujarati |ચાણક્ય નીતિ | chankya niti .

મિત્રો આચાર્ય ચાણક્ય કે જેમને આપણે અર્થશાસ્ત્ર માં 'કોટિલ્ય' નામ થી પણ ઓળખીએ છીએ. તેમણે તેમનાં સમય માં મનુષ્ય ના વ્યવહારુ જીવન નો અભ્યાસ કરીને, ઘણું ચિંતન મનન કરીને Chankya niti  ની રચના કરેલી હતી જેના પર અમલ કરી ચંદ્રગુપ્ત મોર્ય અને અનેક રાજાઓ એ અનેક સફળતાઓ પ્રાપ્ત કરેલી.


Image of chankya niti gujarati
Chankya niti in gujarati



આજે chankya niti in gujarati ના કેટલાંક અંશો તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું.


1. ખુદની સ્રી અને અન્ન માં સંતોષ રાખવો જોઇએ. જ્ઞાન મેળવવામાં, તપ કરવામાં અને દાન પુણ્ય કરવામાં, ક્યારેય સંતોષ નહી માનવો જોઇએ. આ કર્મો ને નિરંતર વધારવા જોઇએ એજ વિદ્વાન વ્યક્તિત્વ નાં લક્ષણો છે.

Chankya niti no suvichar
Chankya niti in gujarati



2.પૂંછડી વગર નો કૂતરો ઘણું કષ્ટ વેઠે છે. 
તે નાં તો પોતાની ગુપ્ત ઈંદ્રિયો ને છુપાવી શકે, 
ના તો મચ્છર માંખી ને ઉડાવી શકે. 
તેવી જ રીતે જ્ઞાન- વિદ્યા - નૉલેજ વગર નો માણસ પણ જીવન માં ઘણાં કષ્ટ ઉઠાવે છે. 
આ પૃથ્વી પર અજ્ઞાની હોવું ઘણું કષ્ટદાયક છે.

3. કોઈ પણ કામ પોતાની પૂરેપૂરી શક્તિ, સામર્થ્ય અને બુદ્ધિ લગાવીને કરવું જોઇએ. જે રીતે સિંહ પોતાની પુરે પુરી શક્તિ લગાવીને શિકાર કરે છે.

4. આંધળા 4 પ્રકાર નાં હોય છે...
એક જન્મ થી આંધળો.
એક કામવાસના માં આંધળો.
એક અભિમાન મા આંધળો.
એક લોભ લાલચ મા આંધળો.

5. આ સંસાર મા,આ 5 'માં' સમાન છે.
રાજાની પત્ની,
ગુરુ ની પત્ની,
મિત્ર ની પત્ની,
ગાય અને આપણી માં.
પ્રત્યેક પરિસ્થિતિ મા આ 5 હંમેશા પૂજનીય છે.

Suvichar of chankya niti
Chankya niti in gujarati


6. સંસાર મા 5 પ્રકાર ના વ્યક્તિ પિતા તુલ્ય છે.
જન્મ આપવા વાળા, યજ્ઞોપવિત અને અન્ય સંસ્કાર કરવાં વાળા, વિદ્યા આપવા વાળા,જીવન બચાવવા વાળા અને અન્ન આપવા વાળા.

7. કામવાસના સમાન કોઈ બીજો રોગ નથી. અજ્ઞાનતા સમાન કોઈ શત્રુ નથી. ક્રોધ થી વિકરાળ કોઈ અગ્નિ નથી. જ્ઞાન થી વધારે કોઈ મોટો ગુરૂ નથી.
આ 4 અટલ સત્ય છે.

8. ભય થી ત્યાં સુઘી ભયભીત થવું જ્યાં સુધી તેનો સામનો નાં થાય. પણ ભય જયારે સામે આવે ત્યારે નિડર થઈ ને તેનો સામનો કરવો જોઇએ. તેજ પુરુષત્વ ની સાર્થકતા છે.

Gujarati suvichar of chankya niti
Chankya niti in gujarati



9. અગ્નિ બધાંને સળગાવે છે પરંતુ અમુક ક્રિયા-કલાપ પણ માણસ ને વગર અગ્નિ એ બાળે છે. જેમકે નીચ કુળ ની સેવા કરવી, ખરાબ ભોજન કરવું, ક્લેશ કરનારી પત્ની, મૂર્ખ પુત્ર, યુવાન વિધવા સ્ત્રી આ બધાં વગર અગ્નિએ પણ માણસ ને સળગાવે છે.

10. જ્યાં મૂર્ખો ની પુજા નથી થતી, જ્યાં ધન ધાન્ય સુરક્ષિત રહેતાં હોય, જ્યાં પતિ પત્ની મા ક્લેશ થતાં નાં હોય, તેવા સ્થાન પર સાક્ષાત્ લક્ષ્મી નિવાસ કરે છે.

11. સમય પોતાની ગતિ થી નિરંતર ચાલતો રહે છે તે કોઈના થી રોકાતો નથી કે નથી રોકવાનો! તેથી માણસે સમય નાં મૂલ્ય ની કદર કરવી જોઈએ કેમ કે સમય ની કદર કરવા વાળા માણસો જ સફળ થાય છે.

Samay par chankya niti no suvichar
Chankya niti in gujarati

12. પાણી મા તેલ નથી ભળતું,
પાણીમાં ઘી નથી ભળતું,
પારો કોઈ મા ભળતો નથી.
તેજ પ્રકારે વિપરીત સ્વભાવ વાળા પણ એકબીજા માં કદી નથી ભળી શકતાં.

13. કેતકી માં સર્પ રહેતાં હોય છે.
કુમુદની કાદવ માં ઉગે છે.ગુલાબનાં ફૂલ મા કાંટા હોય છે તો પણ આ બધાં પોતાની સુગંધ નાં એક ગુણ ને કારણે સૌ નાં પ્રિય છે. મનુષ્ય નો પણ એક જ ગુણ તેનાં બધાં દુર્ગુણો ને દૂર કરવામાં સક્ષમ છે.

14. સર્પ નાં દાંત માં ઝેર હોય છે.
માખી નાં માથા માં ઝેર હોય છે.
વિછી ની પૂંછડી માં ઝેર હોય છે.
પણ ખરાબ વ્યક્તિ, કુટિલ વ્યક્તિ ના સંપૂર્ણ શરીર માં ઝેર ભરેલું હોય છે. આવા વ્યક્તિઓ થી હંમેશા બચવું જોઇએ.

Chankya niti no suvichar
Chankya niti in gujarati

15.આ દુનિયા માં ધન સૌથી મહત્વ ની વસ્તુ છે. ગરીબ વ્યક્તિ ને તેની પત્ની, મિત્ર, ભાઈ અને સગાસંબંધી છોડી ને જતાં રહે છે પરંતુ અમીર થતાંજ આં બધાં તેની પાસે પાછાં આવી જાય છે.

16. ગુણહીન અને ધર્મહીન માણસ નું જીવન બેકાર છે. આવું જીવન જીવનારા લોકો પૃથ્વી પર બોજ સમાન છે.

17. દૂર અને નજીક નાં સબંધો ભાવના થી બંધાયેલા હોય છે. હંમેશા દૂર રહેનારી વ્યક્તિ, દૂર રહીને પણ નજીક હોય છે એને હંમેશા નજીક રહેનારી વ્યક્તિ નજીક હોવા છતાં દૂર હોય છે.

Chankya niti gujarati ma
Chankya niti in gujarati


18. જે માણસ પાસે બળ છે પણ બુદ્ધિ નથી તે પોતાનાં થી ઓછાં બળવાન વ્યક્તિ થી પણ હારી જાય છે.

19. સમુદ્ર માં વરસાદ પડવાથી કઈ ફરક નથી પડતો,જે માણસ નું પેટ ભરાયેલ હોય તેના માટે ભોજન વ્યર્થ છે. ધનવાન વ્યક્તિ માટે દાન વ્યર્થ છે અને સૂરજ સામે દીવો બાળવો પણ વ્યર્થ છે.

20. લક્ષ્મી ચંચળ છે. તે સ્થિર નથી રહેતી. શરીર માં પ્રાણ પણ સ્થાયી નથી. આ સંસાર માં કેવળ ધર્મ જ સ્થાયી છે.

Images of chankya niti
Chankya niti in gujarati


આવા જ અન્ય Chankya niti ના વિચારો, અંશો ભવિષ્ય મા chankya niti in gujarati મા પ્રસ્તુત કરીશ. તમારાં પ્રતિભાવો , વિચારો comment માં જરૂર મોકલજો. અને આ post વધુમાં વધુ શેર કરજો.

જય ગરવી ગુજરાત, જય હિંદ.

અમારી અન્ય post વાંચવા ક્લિક કરો.




Post a Comment

0 Comments