Short Gujarati Suvichar | નાના ગુજરાતી સુવિચાર| સુવિચાર વિદ્યાર્થી માટે.
Short Gujarati Suvichar કે નાના સુવિચાર ઉપર આજનો blog. શેર કરૉ social media મા.
Short Gujarati Suvichar જે નાના છે પણ જોરદાર છે. સમજવાં જેવા છે. જીવન માં ઉતારવા જેવા છે. અપનાવવા જેવા છે. અલગ અલગ વિષયો પર નાં આ રહ્યાં ગુજરાતી સુવિચાર.
#બંધન
- બંધન કે મુક્તિ "વસ્તુ" માં નહિ દ્રષ્ટિમાં હોય છે.
_ઓશો રજનીશ
# ધેર્ય
- ધૈર્ય જાળવવું મુશ્કેલ છે, પણ તેનું ફળ શુભ હોય છે.
#ધર્મ
Suvichar gujarati |
- હું ધર્મો વિરુદ્ધના ધર્મમાં માનું છું.
_વિક્ટર હ્યુગો
#સ્ત્રી
- સ્ત્રીનું સાચું આભૂષણ છે "મૌન".
_સોફોક્લિસ
- જ્યાં નારીઓનું સન્માન થાય છે ત્યાં દેવતાઓ પણ પ્રસન્ન રહે છે.
_મનુસ્મૃતિ
#આશા
Short gujarati suvichar |
- હું આશાવાદી છું, કારણકે નિરાશાવાદી થવામાં કોઈ લાભ નથી. _વિન્સ્ટન ચર્ચિલ
#પરિવર્તન
- પરિવર્તન સિવાય બીજું કંઈ જ કાયમી નથી. _હેરાક્લિટસ
- પરિવર્તન વિના પ્રગતિ અશક્ય છે.
_જ્યોર્જ બર્નાર્ડશો .
#પુસ્તક
- પુસ્તકો વગર જીવવાનું મારે માટે શક્ય જ નથી.
_થૉમસ જેફરસન.
#પ્રેમ
SHORT gujarati suvichar |
- કોઈનો પ્રેમ ક્યારેય ઓછો હોતો નથી, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે. _હરીન્દ્ર દવે.
#પૈસા
- ગુલામીનું એક નવું સ્વરૂપ પૈસો. _લિયો ટૉલ્સ્ટૉય
- પૈસા વગરનો માણસ એટલે તીર વગરનું કામઠું. _થૉમસ કુલર
#પ્રાર્થના
Best gujarati suvichar |
- પ્રાર્થના પ્રભુને બદલતી નથી,
પ્રાર્થના કરનારને બદલે છે.
_સોરેન કિર્કગાર
- પ્રસિદ્ધિનો ભાર ઉચકવા જેટલું અઘરું કામ બીજું કોઈ નથી. _વોલ્તેર
- ભાષા અને સિક્કા લોકોમાં ચલણી બને તો જ સાચાં. _ક્વિન્ટિલિયન
#મનુષ્ય
- માણસનું સાચું રૂપ નમ્રતા છે. નમ્રતા વિનાનો માણસ પાણી વિનાની નદી જેવો છે. _પર્લ બક
- એકલો રહેતો માણસ કાં સંત હોય કાં શેતાન. _રોબર્ટ બર્ટન
- મનુષ્ય જ્યારે પશુ બની જાય છે ત્યારે તે પશુથી પણ હીન હોય છે. _રવીન્દ્રનાથ ટાગોર
- મૂંગા માણસથી હંમેશાં ચેતતા રહેવું. _ફોન્ટેઈન
#મિત્ર
- મિત્રની ટીકા કરવી હોય તો માત્ર તેને મોઢે જ કરવી અને વખાણ બીજાના મોઢે કરવાં. _લિયોનાર્દો દ વિનચી
- મારે ઘણા મિત્રો છે એમ માનનારને હકીકતમાં એકેય મિત્ર હોતો નથી. _સેમ્યુઅલ જોનસન
- તમારી ખામીઓ સાથે તમને સ્વીકારવા તૈયાર હોય તે સાચો મિત્ર. _વિલિયમ શેક્સપિયર
- મારામાં રહેલી ક્ષમતાઓને જે ઉજાગર કરે છે એ મારો સૌથી શ્રેષ્ઠ મિત્ર છે. _હેન્રી ફોર્ડ
#મૌન
- શબ્દો કરતાં મૌન વધુ બોલકું હોય છે. _થૉમસ કાર્લાઈલ
#મૃત્યુ
- મૃત્યુ કરતાંય વધુ બિહામણો હોય છે મૃત્યુનો ડર. _વિલિયમ શેક્સપિયર
#યુવાની
- યુવાનીમાં આશરો આશાનો, ઘડપણમાં આશરો સ્મરણોનો. _જ્યોર્જ હર્બર
- યુવાન ડૉક્ટર અને ઘરડા હજામથી ચેતતા રહેવું. _બેન્જામિન ફ્રેન્કલિન
#રાજકારણ
- જ્યાં નદી ન હોય ત્યાં પુલ બાંધવાનું વચન આપે તે ખરો રાજકારણી. _નિકિતા ક્રુશ્ચેવ
- રાજકારણ અને સિગારેટની લત લાગ્યા પછી છૂટવી અઘરી. _નોર્મન મેલર
#વિચાર
- મોટું વિચારો, જલ્દી વિચારો, આગળનું વિચારો, વિચારો પર કોઈનો ઇજારો નથી. _ધીરુભાઈ અંબાણી
#સત્ય
- સત્ય અને ગુલાબ, બંને કાંટાઓથી વીંટળાયેલાં હોય છે. _એચ. જી. બૉન
- સત્યની ઇમારતને માત્ર એક જ બારણું છે, અને તે છે અનુભવ!
#કર્મ
- વિજેતાઓ કંઈ જુદું કામ નથી કરતા, એ કામને જુદી રીતે કરે છે. _શિવ ખેરા
#સલાહ
- તમને સૌથી સાચી સલાહ માત્ર એક જ વ્યક્તિ આપી શકે "તમે પોતે". _સિઝેર
- તમે કોઈને સલાહ ભલે આપો, પણ બને એટલા ઓછા શબ્દોમાં આપો. _હોરેસ
#સોંદર્ય
- સૌંદર્ય વસ્તુ કે વ્યક્તિમાં નહીં, તેને જોનારની આંખોમાં રહેલું હોય છે. _માર્ગરેટ હંગરફોર
#નિંદા
- લોકો ભલે તમારા માટે ગમે તે વિચારે. તમને જે સાચું લાગતું હોય તે જ કરો. નિંદા કે સ્તુતિ બંને તરફ ઉદાસીન રહો. _પાયથાગોરસ
તો આ હતાં આજનાં short Gujarati Suvichar. વધુ સુવિચાર અને અન્ય આર્ટિકલ વાંચવા નીચે લીંક પર ક્લીક કરો.
૨. આચાર્ય ચાણક્ય.
0 Comments