Evergreen 41 Gujarati Suvichar.
Evergreen 41 Gujarati Suvichar| ૪૧ બેસ્ટ ગુજરાતી સુવિચાર| Gujarati Status |Gujarati ma Suvichar
સુવિચાર ની શ્રૃંખલા માં પ્રસ્તુત છે નવીન Evergreen 41 Gujarati Suvichar.
જેને તમે વિવિધ social media મા share kari shako છો. આ gujarati Status માટે gujju Status માટે gujarati whatsapp Status માટે ઉપયોગ કરી શકશો.
Evergreen 41 Gujarati Suvichar નો શ્રેય ઘણાં author, લેખક, કવિ અને માર્ગદર્શક ગુરૂઓ ને જાય છે.
1. સફળ વ્યક્તિઓ પાસે મોટી લાઇબ્રેરી હોય છે બાકીનાં પાસે મોટા T.V !
2.તમે કોઈ વ્યકિત ને ત્યાં સુધી નહિ જાણી શકો જ્યાં સુધી,,,
(i) તમે તેના સાથે મુસાફરી ના કરો.
(ii) તેની સાથે પૈસા ની લેવડ દેવડ ના થાય.
(iii) તમે તેની સાથે ત્યારે પણ વાત કરો જ્યારે તે ગુસ્સા માં હોય.
3. જ્યારે તમે સારા વ્યકિત છો ,તો તમે લોકો ને નથી ગુમાવતાં, લોકો તમને ગુમાવે છે.
4. જ્યારે તમે બોલો ત્યારે તમે એજ repeat કરો છો, જે તમે પહેલાથી જાણો છો. પણ જો તમે કંઈ સાંભળો તો હંમેશા કંઇક નવું શીખશો._દલાઈ લામા.
5. પગાર એક એવું ઝેર છે જે તમને તમારા સપનાં ભુલાવી દેશે._kevin O'Leary.
6. આ 4 ને ક્યારેય ના ભૂલો જે હંમેશા તમારી side લેશે.
(૧) પરિવાર
(૨) મિત્રો
(૩) લાઈફ પાર્ટનર
(૪) બાળકો.
7. "સરખામણી કરવી" એ ખુશીઓ ની ચોરી કરવા જેવું છે.
Evergreen 41 Gujarati Suvichar |
8. તમારાં ઉજ્જવળ ભવિષ્ય માટે ભૂતકાળ ને ભૂલી તેમાંથી શીખો.
9. તમારું mood સુધારવા__Exercise કરો.
10.Clearly વિચારસરણી માટે__ધ્યાન કરો.
11. દુનિયા વિશે સમજવાં__વાંચન કરો.
12. તમારી જાત ને સમજવા__લખતાં રહો.
13. એકલા ચાલવાનું સાહસ કરો. હંમેશા બીજા ની રાહ જોવાનું બંધ કરો.
14. મિત્રો- જે તમારાં શબ્દો કરતાં તમારી લાગણીઓ જલ્દી પકડી લે તે બહુ કિંમતી હોય છે.
15. તમારાં જીવનમાં કંઈ પણ ત્યાં સુધી નાં બદલી શકે જ્યાં સુધી તમે ખુદ તમારી જાત ને નાં બદલો.
Evergreen 41 Gujarati Suvichar |
16. આ ↓ વસ્તુઓ આજ થી બંધ કરો.
17. મોડે સુધી સૂવાનું બંધ કરો.
18. તકોને છોડવાનું બંધ કરો.
19. કાર્યક્ષેત્ર ને જલ્દી છોડવાનું બંધ કરો.
20. નકારાત્મક વાતો સાંભળવાનું બંધ કરો.
21. બધીજ વસ્તુ વિશે ફાલતું વિચાર બંધ કરો.
22. પોતાનો સમય બરબાદ કરવાનો બંધ કરો.
23. તમે ખોદેલા ખાડા મા તમે ખુદ પડો એ તમારી જિંદગીનો સર્વોત્તમ સમય.. કારણ કે તેજ વખતે તમને ખરું આત્મજ્ઞાન થશે.
24. ઓછાબોલા ને બોલકા કરી દે એ.. સુખ,
અને બહુ બોલકા ની વાંચા હરી લે એ દુઃખ.
25. વધુ પડતાં સુખ ની શોધ એ વધુ પડતાં દુઃખ ત્રાટકવા નું મુખ્ય કારણ છે.
26. ભૂલ તો મનુષ્યમાત્ર થી થાય, પણ મૂર્ખાઓ તેમાં આળોટતાં રહે છે.
27. સામેવાળાને પારખતાં રહેશું તો તેને પ્રેમ કરવાનો સમય નહી મળશે.
28. સાચું અને સારું કામ પણ સાચો સમય જોયા વગર કરવું વ્યર્થ છે.
29. સમય આપણને થપ્પડ મારી ને ચતુર બનાવે એ પહેલાં આપણે જાતે ચતુર બની જવું.
30. ગુરૂ નાં પગે લાગવું ઘણું સહેલું છે પણ ગુરુના પગલે ચાલવું ઘણું અઘરું છે.
Evergreen 41 Gujarati Suvichar |
31. પૂણ્ય અને પૈસા વચ્ચે એક સામ્ય છે. બન્ને કમાવવા મુશ્કેલ છે પણ ગુમાવવા બહું સહેલાં.
32. દિકરો એટલે સુખડનો ટુકડો દિકરી એટલે કસ્તુરી. બન્ને ને બરાબર સાચવો તો બન્ને ઘસાઈ ને સુવાસ ફેલાવે.
33. સત્તા, સંપતિ અને શરીર ને સમય વાપરી નાંખે એ પહેલાં તેને સન્માર્ગે વાપરવાં જોઈએ.
34. પુરુષને પરાજીત કરવો હોય તો એનાં અહમ ને પંપાળો એને સ્ત્રી ને પરાજીત કરવી હોય તો તેની પ્રશંસા કરો.
Evergreen 41 Gujarati Suvichar |
35. તમે યોગી ના થઈ શકો તો વાંધો નહી પરંતુ કોઈને ઉપ- યોગી જરૂર થશો.
36. આ 3 ↓વસ્તુ કયારેય ટકતી નથી.
(1). સંપતિ વગર નો વ્યાપાર.
(2) જ્ઞાન વિનાની ચર્ચા.
(3) સમજણ વગર ની સત્તા.
37. માણસ ને જ્યારે પોતાનાં દોષ ત્રુટિઓ દેખાવા સમજવા લાગે ત્યારે સમજવું પ્રગતિ ની શરૂઆત થઈ ગઈ છે.
38. જેણે કોઈનું બગાડ્યું નથી ઈશ્વર એનું સુધારી લે છે.
39. મન પર મનુષ્ય નો કાબૂ એટલે પ્રગતિ અને
મન નો મનુષ્ય પર કાબૂ એટલે દુર્ગતિ.
40. દુઃખી કુટુંબ માં બધાનાં દુઃખ એકસરખા હોય છે જ્યારે સુખી કુટુંબમાં દરેકનું પોતાનું આગવું દુઃખ હશે.
41. ખરાબ સમાચાર ને પાંખ હોય છે જ્યારે સારા સમાચાર ને પગ પણ નથી હોતાં._માર્ગરેટ કવેન્ડિશ
આ Evergreen 41Gujarati Suvichar તમને કેવા લાગ્યાં તે વિશે તમારી comment અને અભિપ્રાયો જરૂર થી મોકલજો જેથી તેમાં વધું સારી રીતે સુધારા વધારા કરી શકાય.
અન્ય લેખ વાંચવા ક્લિક કરો...👇
1. ભગવદ ગીતા.
2. હેલ્થ.