31 BEST NEWLY GUJARATI SUVAKYO 2024 | ૩૧ બેસ્ટ ગુજરાતી સુવાક્યો | સુવાક્યો ગુજરાતી મિત્રો આજની પોસ્ટ માં અમે ૩૧ બેસ્ટ ગુજરાતી સુવિચાર પ્રસ્તુત કરી રહ્યા છીએ .આ સુવિચારો આપણે જીવન માં જો કોઈક ના કોઈક સમયે કે સંજોગો માં પણ અપનાવાની કોશિશ કરીએ તો આપણી લાઈફ માં કઇંક ને કઇંક ફાયદો તો થાય જ .કારણ કે કેટલાય અનુભવો અને નિચોડ બાદ આ સુવાક્યો અસ્તિત્વ માં આવ્યા છે . સુવાક્યો આપણને જીવન જીવવા નો એક મારગ બતાવે છે, સલાહ આપે છે , સાહસ આપે છે ,આશા આપે છે ,શાંતિ આપે છે અને જીવન જીવવા ની કલા સમઝાવે છે . યાદ રાખજો " એક નાનકડી સોંય જ પુરે પુરા કપડાં નું અસ્તિત્વ બનાવે છે .'' ૧. કોઈક ને પ્રેમ આપવો સૌથી મોટો ઉપહાર છે અને કોઈક નો પ્રેમ મેળવવો સૌથી મોટું સન્માન છે . ૨.સન્માન એક એવું રોકાણ છે જેને આપણે જેટલું આપીયે તેટલુંજ વ્યાજ સહીત પાછું મળે છે . ૩.સમય , વિશ્વાસ અને ઈજ્જત એવા પંખીઓ છે જે એક વાર ઉડી જાય તો પાછા નથી આવતા. ૪.જીવન માં ભેગું પણ એમની પાસે જ હોય છે જેઓ તેને વહેંચવા માં મને છે પછી તે અન્ન હોય કે સન્માન . ૫.સમય બધાને મળે છે જિંદગી બનાવવા માટે પણ જિંદગી પછી નથી મળતી સમય ...
Gujarati Suvichar on Health /Gujarati Health Quotes /Health tips in Gujarati/Gujarati Quotes on Health
આપણે જો ખાટલો પકડી પડી રહ્યા હોય તો કેટલોય પૈસો હોય તો પણ શું કામનો???
તો આપણે સૌએ પોતાનાં સ્વસ્થ આરોગ્ય માટે હંમેશાં સજાગ રહેવું જોઈએ. તેમજ તેની સાર સંભાળ રોજ બરોજ કરતાં રહેવું જોઈએ.
હું આજે સ્વાસ્થય ને લગતા કેટલાક Gujarati Qoutes, Gujarati Suvichar આપી રહ્યો છું.જે વિશ્વના જુદા જુદા ચિંતકો એ આપ્યા છે.
Gujarati suvichar on health |
1.ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું મુખ્ય સાધન મનુષ્ય શરીર છે. એટલા માટે યોગ્ય આહાર, સંયમિત વિહાર અને વર્તન માં કલ્યાણ ભાવના નું ધ્યાન રાખીને પોતાનાં આરોગ્ય ને સ્થિર રાખવું જોઈએ. નીરોગી શરીર જ સર્વ સુખો નું મૂળ છે. _____યજુર્વેદ
Gujarati suvichar |
2.શરીર અને મન રોગો તથા અસ્વસ્થતા નો આધાર છે.જ્યારે શરીર, મન અને ઇન્દ્રિય - વિષય નો સમાન યોગ થાય છે ત્યારે સ્વાસ્થ્ય હોય છે અને એમનો અસમાન યોગ હોય છે ત્યારે બીમારી આવે છે.____ચરકસંહિતા
Gujarati suvichar |
3.સુખ એટલે???
મનુષ્ય નું જગતમાં નિરોગીપણું ___નારાયણ પંડિત
Gujarati suvichar On health |
4.નાશ પામેલો વૈભવ શરીર દ્વારા ફરી મેળવી શકાય છે પણ ક્ષીણ થયેલું શરીર વૈભવ દ્વારા ફરી મેળવી શકાતું નથી. _____સંસક્રુત સુભાષિત
Gujarati suvichar |
5.અત્યંત આભાગીયો છે તે દેશ જેનાં યુવક, યુવતીઓના ચહેરા પર સ્વાસ્થય ની આનંદદાયક ઝલક જોવામાં ન આવે. ___ગણેશ શંકર વિદ્યાર્થી
Gujarati suvichar |
6.સારી પાચન શક્તિ ભૂખ પર આધાર રાખે છે અને સારુ સ્વાસ્થ્ય બંને પર. __શેકસપિયર
Gujarati suvichar |
7.હંમેશાં બીજાને ખુશ રાખવાની વાત વિચારતા રહો. આ નુસખા થી તમે ચૌદ દિવસમાં સ્વસ્થ થઈ જશો.____એલ્ફ્રેડ એડલર
Gujarati suvichar |
8.આરોગ્ય એ માત્ર શરીર નું જ નહીં પણ આત્મા નું પણ આભૂષણ છે. ___ટેનીસન
Gujarati suvichar |
9.સ્વાસ્થય એટલે રોગોની ગેરહાજરી નહિ___જે. ક્રુષ્ણામૂર્તિ
પણ ' વિધાયક ઉર્જા' ની હાજરી.
Gujarati suvichar |
10.સારા સ્વાસ્થ્ય વિના જીવન
જીવન નથી. ___એરિફ્રાન
Gujarati suvichar on health |
11.એ વાત સાચી કે ' દવા ' માં કોઈ મજાક નથી પણ મજાક માં કે હસવામાં ઘણી મોટી ' દવા ' છે.____નોર્મન કઝિનસ
Gujarati suvichar on health |
12.પહેલું સુખ તે જાતે નર્યા.____ગુજરાતી કહેવત
ઉપર ના આરોગ્ય, સ્વાસ્થ્ય ને લગતા gujarati Suvichar, gujarati quotes તમને કેવા લાગ્યા. તેના ઉપર તમારો અભિપ્રાય, comments જરૂર થી આપજો. ધન્યવાદ આપ નો.