31st Life Changing Gujarati Suvichar કેમ છો મિત્રો આજે હું 31st Life Changing Gujarati Suvichar share કરી રહ્યો છું જે તમારું જીવન બદલી દેશે. 31st Life Changing Gujarati Suvichar આપણા જીવન મા આ નાની વાતો, positivity અને એક વ્યવહારુ જ્ઞાન આજનાં સમય મા ખુબજ ઉપયોગી છે. આ નાના નાના સુવિચારો જ આપને સમય સમય પર થતી ઘટનાઓ મા સાચો નિર્ણય લેવાનું શીખવાડે છે. 1. સમજણ ક્યારેક પ્રેમ કરતાં વધુ સારી છે. Understanding is better than love sometimes. Understanding Gujarati Suvichar 2. કેટલીક ભૂલો આપણને યોગ્ય સ્થાને લઈ જાય છે. Some mistakes take us to the right place. 3. સારાં દિવસો પણ આવસે ! વિશ્વાસ કરો. Better days are coming! Believe it. 4. દરવાજો બંધ કરો જે દર્દ આપે પછી ભલે ને તેની પાછળ દૃશ્ય ગમે તેટલું સુંદર હોય ! Close the window which brings pain, No matter how beautiful the view is! 5. સ્વીકૃતિ એ સ્મિતની ચાવી છે. acceptance is key to smile. acceptance Gujarati Suvichar 6. તમારી જાત માટે સમય કાઢો. Give time to yourself. 7. ...
Best Gujarati Shayari| Gujarati Shayari image|Flirt Shayari in Gujarati|Best Gujarati Shayari Love|Attitude Shayari Gujarati.
Best gujarati shayari |
Here i post some Best Gujarati Shayari for you.Shayari from best shayar of Gujarat. Best life shayari in gujarati language. Shayari in gujarati fonts.
You Can share this Gujarati shayari on different social media networks.
1.આવે છે મને યાદ દિવસ રાત ખુદા ની,
લાગે છે હવે ઝીંદગી સોંગાત ખુદાની ;
માનવ તો અહીં આવશે એવા જતાં રહેશે,
રહેવાની છે દુનિયા માં ફક્ત જાત ખુદાની.
2.રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડાં અમે મૂંઝાઈ મનમાં મરી જવાના?
નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના,
'બિન્દુ' મહી ડૂબીને 'સિન્ધુ' તરી જવાનાં._____ઘાયલ
3."અમૃત થી હોઠ સહુનાં એંઠા કરી શકું છું,
મ્રુત્યુ નાં હાથ પળમાં હેઠા કરી શકું છું ;
આ મારી શાયરી એ સંજીવની છે 'ઘાયલ'
શાયર છું પાળિયા ને બેઠાં કરી શકું છું."_____અમૃત ઘાયલ
4.કોઈને હું ફક્ત પ્રેમ દેખાઉં છું,
કોઈને હું ફક્ત વહેમ દેખાઉં છું ;
ચાલ હું એમ તો એમ દેખાઉં છું,
પ્રશ્ન એ છે તને કેમ દેખાઉં છું?_____અમૃત ઘાયલ
5.એકાદ એવી યાદ તો છોડી જવી હતી,
છુટ્ટા પડ્યા ની વાત ને ભૂલી જવી હતી ;
વહેતાં પવન ની જેમ બધું લઈ ગયાં તમે,
થોડીઘણી સુગંધ તો મુકી જવી હતી._____કૈલાશ પંડિત
6.દર્દ ને ગાયાં વિના રોયા કરો,
જિન્દગી માણ્યા વિના ખોયાં કરો ;
બીક લાગે કંટકોની જો સતત,
ફૂલને ચૂંથો નહીં... જોયાં કરો._____કૈલાશ પંડિત
7.સહન ચુપચાપ કરવાથી જીવન ફોગટ વહી જાશે,
કદમની બેડીઓ 'કાયર' સમા શબ્દો કહી જાશે ;
જવામર્દીથી એક જ કુદકે અવરોધ ટાળી દે,
નહીંતર મંઝિલો દિવાલની પાછડ રહી જાશે.____શૂન્ય પાલનપુરી
8.કોઈ હસી ગયો અને કોઈ રડી ગયો,
કોઈ પડી ગયો અને કોઈ ચડી ગયો ;
થઈ આંખ બંધ ઓઢ્યું કફન એટલે થયું,
નાટક હતું મજાનું ને પડદો પડી ગયો.____શેખાદમ આબુવાલા
9.તુજ મહેફિલ મા સોને નોતરજે,
જમજે 'અશ્રુ' નો થાળ એકલો.____કવિ કલાપી
10.મને એ જોઈને હસવું હજારો વાર આવે છે,
પ્રભુ! તારા બનાવેલા તુજને આજે બનાવે છે._____શયદા
11.અમને નાંખો જિન્દગી ની આગમાં,
આગને પણ ફેરવીશું બાગમાં ;
સર કરીશું આખરે સૌ મોરચા,
મોતને પણ અવવા દો લાગમાં.____શેખાદમ આબુવાલા
12.યા હોમ કરીને પડો,
ફતેહ છે આગે.___કવિ નર્મદ
13.હું
માનવી
માનવ
થાઉં
તો
ઘણું.___સુંદરમ
14.જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,
ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.____કવિ ખબરદાર
15.જ્યાં સુધી માતુભાષા - ગુજરાતી ને હું ઉચ્ચ સ્થાન પર નહીં મૂંકું ત્યાં સુધી 'પાઘડી' નહીં બાન્ધુ.____કવિ પ્રેમાનંદ
gujarati suvichar |
This are the Best Gujarati Shayari, gujarati shayari, gujarati quotes and Best Gujarati Shayari Images by the great poet and writers of gujarat and india.
you liked it or not please comment me in comment box another shayari i will post in future for you.
thank you.